Western Times News

Latest News from Gujarat

દર વર્ષે ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહીં : મુખ્યમંત્રી

Files Photo

શ્રી વિજયભાઈ રૂપાણીએ વિશાળ જનહિતમાં કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે ૧૭ થી ૨૫ ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજવાનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી એ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહીં.