Western Times News

Gujarati News

સોની મેકસે મનોરંજનના ૨૦ શાનદાર વર્ષ પૂરા કર્યા

સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (એસપીએન)ના પ્રીમિયર હિન્દી મૂવી ચેનલ સોની મેક્સે પોતાની શ્રેણીની અન્ય  ચેનલોથી બાજી મારતા, નિરંતર ૧૪૮ અઠવાડિયા સુધી પોતાની લિડરશિપ કાયમ રાખવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. આ ઉપલબ્ધિ અને ફિલ્મ દર્શકોને નિરંતર ૨૦ વર્ષ શાનદાર મનોરંજન આપવાની ઉજવણી રૂપે સોની મેક્સે પોતાની બ્રાન્ડ ‘દીવાના બના દે’ની ઝલક કાયમ રાખતું પોતાનું નવીનતમ ટીવી કેમ્પેઇન શરૂ કર્યુ છે, ‘આ છે દેશની દીવાનગી’ જે એ દરેક કરોડો સિનેમા પ્રેમીઓની ભાવનાઓ અને  ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે જેમના કારણે સિનેમાને તેનું આટલું મોટું સ્વરૂપ હાંસલ થઇ શક્યું છે.

સેની એસએબી, પીપીએલ અને સોની મેક્સ મૂવી ક્લસ્ટરના બિઝનેસ હેડ નીરજ વ્યાસે કહ્યું કે, “હું આ વાતથી રોમાંચિત છું કે સોની મેક્સ અઠવાડિયે-દર-અઠવાડિયે વધતા, ઇન્ડસ્ટ્રીમાં નવા માનક કાયમ કરતા ત્રણ વર્ષ સુધી નિર્વિવાદિત લીડર  બની રહ્યું અને આ વર્ષે ૨૦મી એનિવર્સરી ઉજવી રહ્યું છે.

બે દાયકા સુધી અમારી સમૃદ્ધ ફિલ્‌ લાઇબ્રેરી, લીકથી હટકે કાન્સેપ્ટ્‌સ, નવા ટ્રેન્ડ્‌સ સ્થાપિત કરનારા પ્રોગ્રામિંગ વગેરેએ ચેનલને  ખૂબ જ લોકપ્રિયતા આપી. દર્શકોની પસંદની સમજ અને મૂવીઝ દેખવાની પેટર્નની જે સમજ અમને છે તેના પર ગર્વ કરી શકાય. આ જ કેબલ પર અમે બીજાથી આગળ બની રહી શકીએ છીએ. સમારંભના આ અવસર પર અમે અમારા આ કમિટમેન્ટને ફરી દોહરાવીએ છીએ કે અમારા ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ બની રહેવાની કોશિશોમાં લાગેલા રહીશું.”

માર્કેટિંગ એન્ડ કમ્યૂનિકેશન હેડ વૈશાલી શર્માએ જણાવ્યું કે, “સોની મેક્સ ૨૦ વર્ષ પૂરા થવાના અવસર પર પોતાના દર્શકોને એવું એક બ્રાન્ડ કેમ્પેઇન ‘આ છે દેશની દીવાનગી’ આપતા ખૂબ જ ખુશી અનુભવી રહ્યું છે જેનાથી અમારા છેલ્લા બે યાદગાર દાયકા ઊંડાણવપૂર્વક જોડાયેલા છે.

ગુલુ ગુલાટીની જેમ જ આપણે બધા ફિલ્મો માટે દીવાનગી અને પૈશન લઇને મોટા થયા છીએ. ગુલુ દરેક ભારતીયના હૃદયનું પ્રતિનિધિત્વ કરે છે.

૨૦ જુલાઇ ૨૦૧૯એ ૨૦.૨૦ પર પહેલા દેખાડવામાં આવેલ ટીવીસીથી ઓક્ટોબર ૨૦૧૯ના વિશેષ દિવસના રનઅપ રૂપે શરૂઆત થઇ તે વિસ્તૃત તોફાની કેમ્પેઇન કર્યા,  જે વિવિધ ટચ પોઇન્ટ્‌સ પર લૉન્ચ કરવામાં આવી રહ્યા છે.

ત્રણ મહીના સુધી ચાનલારા સઘન ‘આ છે દેશની દીવાનગી’ કેમ્પેઇનના વિવિધ નવા પગલાં રૂપે નવીનતમ ટીવીસીમાં છેલ્લા બે દાયકાની કેટલીક બેહદ યાદગાર ક્લાસિક ફિલ્મોની સુવર્ણ પળોને ફરીથી જીવી લેવાની કોશિશ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.