Western Times News

Gujarati News

અમેરિકામાં જીવલેણ અમીબા મળી આવતા હડકંપ, 8 શહેરોમાં એલર્ટ

વોંશિગ્ટન, કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલા અમેરિકામાં હવે પીવાના પાણીમાં મગજમાં ઘૂસીને ખોતરી નાખનારો ઘાતક અમીબા મળી આવતા હડકંપ મચી ગયો છે, તેના કારણે  8 શહેરોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અમીબા દક્ષિણ પૂર્વ ટેક્સાસમાં પીવાના પાણીમાં મળી આવ્યા. જેના કારણે એક કસ્બામાં ઈમરજન્સી જાહેર કરાઈ છે. ટેક્સાસના પર્યાવરણ કમિશન તરફથી જાહેર કરાયેલી ચેતવણીમાં નાગરિકોને કહેવાયું છે કે તેઓ પાણીનો ઉપયોગ ન કરે.

આ અમીબાનું નામ નેગલેરિયા ફાઉલરલી (Naegleria fowleri) કહેવાય છે. તે માણસના મગજને ખાઈ જાય છે. શુક્રવારે આ અમીબા પાણીમાં મળી આવ્યા. કમિશને કહ્યું છે કે તેઓ આ સમસ્યાનું જલદી સમાધાન લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમેરિકાના બીમારી રોકવા માટે કેન્દ્રના જણાવ્યા મુજબ આ મગજ ખાનારા જીવાણુ સામાન્ય રીતે માટી, ગરમ સરોવર, નદીઓ અને ગરમ ઝરણાઓમાં મળી આવે છે.

કેન્દ્રએ જણાવ્યું કે આ જીવાણુ જે સ્વીમિંગ પૂલની યોગ્ય સારસંભાળ ન લેવાતી હોય અને ફેક્ટરીઓમાંથી છોડવામાં આવેલા ગરમ પાણીમાં પણ રહે છે. ચેતવણીમાં કહેવાયું છે કે લેક જેક્શન, ફ્રિપોર્ટ, એંગલેટોન, બ્રાઝોરિયા, રિચવુડ, ઓયસ્ટર ક્રીક, ક્લૂટ, રોઝેનબર્ગના લોકોને કહેવાયું છે કે તેઓ પાણીનો ઉપયોગ ન કરે. લેક જેક્શન વિસ્તારમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે.

વહીવટી તંત્ર હવે આ ગંદા પાણીના નિકાલ માટે પ્રયત્નો કરી રહ્યું છે. આ ઘટના 8 સપ્ટેમ્બરથી શરૂ થઈ જ્યારે એક 6 વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બાળકની અંદર આ ઘાતક અમીબા મળી આવ્યો હતો. આ ઘટના બાદ પાણીની તપાસ કરાઈ તો તે પાણી Naegleria fowleriથી પોઝિટિવ જોવા મળ્યું. ત્યારબાદ લોકોને આ પાણી ન પીવાની સલાહ આપવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.