Western Times News

Gujarati News

એલિસા હીલીએ ૪૨ કેચ અને ૫૦ સ્ટમ્પિંગ પૂરા કર્યાં

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ આ દિવસોમાં પોતાના ઘરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝ રમી રહી છે. ત્રણ મેચોની સિરીઝની બીજી મેચમાં યજમાન ટીમે જીત હાસિલ કરી સિરીઝમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ૧૬.૪ ઓવરમાં ૧૨૯/૨ રન બનાવ્યા અને મેચ ૮ વિકેટે જીતી હતી. રવિવારે બ્રિસ્બેનના એલન બોર્ડર ફીલ્ડ પર રમાયેલ મુકાબલો ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર એલિસા હીલીના વર્લ્‌ડ રેકોર્ડને કારણે યાદગાર બની ગયો હતો.

૩૦ વર્ષની એલિસા હીલીએ આ મેચમાં વિકેટની પાછળ બે શિકાર કરી મહેન્દ્ર સિંહ ધોનીના ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં સર્વાધિક શિકાર કરવાના વર્લ્‌ડ રેકોર્ડ (૯૧)ને તોડી દીધો હતો. ધોનીના ૯૧ શિકારમાં ૫૭ કેચ અને ૩૪ સ્ટમ્પિંગ સામેલ છે. હીલીએ કીવી ક્રિકેટર લોરેન ડોનનો કેચ ઝડપીને મહિલા ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં ધોનીને પાછળ છોડતા ૯૨ શિકાર (૪૨ કેચ, ૫૦ સ્ટમ્પિંગ) પૂરા કર્યાં. માત્ર મહિલા ટી૨૦ આંતરરાષ્ટ્રીયની વાત કરીએ તો ઈંગ્લેન્ડની સારા ટેલર ૭૪ શિકારની સાથે બીજા સ્થાન પર છે. એટલું જ નહીં

હીલીએ વિકેટકીપર તરીકે સર્વાધિક ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો ધોનીનો રેકોર્ડ પણ તોડી દીધો. હીલીની આ ૯૯મી મેચ હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લઈ ચુકેલા ધોનીએ ૮ ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે એલિસા હીલી ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કની પત્ની છે. બંન્નેએ ૨૦૧૬મા લગ્ન કર્યાં હતા. એલિસાને ક્રિકેટ વારસામાં મળી છે. તે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર ઇયાન હીલીની ભત્રીજી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.