Western Times News

Gujarati News

ઘાયલ થયેલી ગાય મળી આવતા હિન્દુ યુવા સંગઠન અરવલ્લી દ્વારા સારવાર કરાવી 

બાયડ નગર ખાતે એકસીડન્ટ થયેલ હાલાત મા ગાય મળી આવતા હિન્દુ યુવા સંગઠન અરવલ્લી  દ્વાર તેની સારવાર કરાવી ને તેને પાંજરા પોળ ખાતે મોકલવા મા આવી હતી.

બાયડના માર્ગો ઉપર રખડતા પશુઓની સંખ્યામાં વધારો થવાની સાથે અકસ્માત વધ્યા હતા જેથી સેવાભાવી યુવાનો દ્વારા માર્ગ અકસ્માત ઘટાડવાના આશયે રખડતાં પશુઓ નાં શિંગડાં ઉપર રેડીયમ લગાવાયું હતું પરંતુ પશુ કરતાં પણ બેફામ દોડતા વાહનો અત્યંત જોખમી બન્યા છે.

તા.રપની રાત્રે બાયડના ચોઈલા રોડ ઉપર પૂરપાટ ઝડપે પસાર થતા કોઈ વાહન ચાલકે ગાયોના ટોળા ઉપર વાહનોનાં પૈડાં ફેરવી નાખતાં ગાય નું કમકમાટી ભર્યું સ્થળ પર મોત થયું હતું. દિલીપ પુરોહિત. બાયડ


Read News In Hindi

Read News in English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.