Western Times News

Gujarati News

ભારતે સરહદ પર ખતરનાક નિર્ભય મિસાઇલ તૈનાત કરી

નવી દિલ્હી, LAC પર છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલી તંગદીલી વચ્ચે ભારતની સેનાની તાકાતને વધુ બળ મળ્યું છે, ભારતે સરહદે નિર્ભય ક્રુઝ મિસાઇલને પણ તૈનાત કરી છે, આ મિસાઇલ એક હજાર કિમી સુધી પ્રહાર કરવાની ક્ષમતા છે, નિર્ભય મિસાઇલ તિબેટમાં સ્થિત ચીનનાં મથકો પર હુમલો કરવા સક્ષમ છે.

આ મિસાઇલની ક્ષમતા અમેરિકાની પ્રખ્યાત ટોમહોક મિસાઇલની બરોબર છે, આ મિસાઇલ ભટ્યા વગર પોતાના નિશાન પર અચુક પ્રહાર કરે છે, નિર્ભય ક્રુઝ મિસાઇલ ભારતમાં જ ડિઝાઇન અને તૈયાર કરવામાં આવી છે, આ મિસાઇલનું સૌપ્રથમ પરિક્ષણ 12 માર્ચ 2013માં કરાયું હતું, નિર્ભય બે તબક્કાવાળી મિસાઇલ છે, પહેલામાં લાંબું અંતર અને બીજામાં ક્ષિતિજ. આ પરંપરાગત રોકેટની જેમ સીધું આકાશમાં જાય છે, અને ફરી બીજા તબક્કામાં ક્ષિતિજ ઉડાન ભરવા માટે 90 ડિગ્રીનો વળાંક લઇ શકે છે.

આ મિસાઇલ 6 મિટર લાંભી અને 0.52 મીટર પહોળી છે, તે 0.6 થી લઇને 0.7 મૈકની ઝડપે ઉડી શકે છે, તેનું મહત્તમ વજન 1500 કિલોગ્રામ છે, જે 1000 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે, એડવાન્સ લેબોરેટરી દ્વારા બનાવવામાં આવેલા નક્કર રોકેટ મોટર બુસ્ટરનો પ્રયોગ  કરવામાં આવ્યો છે, જેનાથી મિસાઇલને ઇંધણ મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.