Western Times News

Gujarati News

શિવસેના કોંગ્રેસને ગમે ત્યારે દગો આપી શકે છે: સંજય નિરૂપમ

મુંબઇ, શિવસેનાના સાંસદ સંજય રાઉત અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડનવીસની વચ્ચે શનિવારે થયેલી મુલાકાત બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં જે હલચલ મચી છે તેને કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે તેજ કરી દીધી છે.

આમુલારાતને નિરૂપમે રાજનીતિક વ્યભિચાર ગણાવતા આશંકા વ્યકત કરી કે કોંગ્રેસે પોતાના વિચાર ઘર્મ વ્યવહાર બધુ જ છોડી સત્તા માટે જેની સાથે ભાગીદારી કરી છે તે શિવસેના કોંગ્રેસને ગમે ત્યારે દગો આપી શકે છે. નિરૂપમે કહ્યું કે કોંગ્રેસ આ સરકારમાં આવી ફસાઇ ગઇ છે. શિવસેનાની સાથે વધુ ચાલશે નહીં.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે તે ખાનગી સ્વાર્થની સાથે આવી છે નિરૂપમે કહ્યું કે મોદી સરકારના કિસાન બિલનો સંસદના બંન્ને ગૃહોમાં કોંગ્રેસ અને એનસીપીએ વિરોધ કર્યો હતો.

પરંતુ શિવસેના પ્રમુખ અને રાજયના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ તેને સમર્થન આપ્યું છે. એ યાદ રહે કે મુંબઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમ શરૂથી જ શિવસેનાની સાથે મળી કોંગ્રેસની સરકાર બનાવવાનો નિર્ણયની વિરૂધ્ધ રહ્યાં છે.

કોંગ્રેસમાં આવતા પહેલા નિરૂપમ શિવસેનામાં જ હતાં પરંતુ હવે તે શિવસેનાની વિરૂધ્ધ ખુબ આક્રમક છે એ યાદ રહે કે મહારાષ્ટ્રમાં શિવસેના કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન વાળી

મહાવિકાસ અઘાડી સરકાર બનાવ્યા બાદ દેવેન્દ્ર ફડનવીસ અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે શનિવારે મુલાકાત થઇ હતી બંન્નેની મુલાકાત મુંબઇની એક હોટલમાં થઇ હતી ત્યારબાદથી રાજયની રાજનીતિમાં હલચલ મચી ગઇ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.