Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં ૩૮પ હેરીટેઝ વૃક્ષ

શહેરના ગ્રીન કવચમાં થયેલ નોંધપાત્ર વધારો- ર૦૧રની સરખામણીએ ગ્રીન કવચ ડબલ થયુ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ર૦૦પ-૦૬ની સાલમાં “ગ્રીન સીટી”નો સંકલ્પ કર્યો હતો જે લગભગ દોઢ દાયકા બાદ પરીપૂર્ણ થઈ રહયો હોય તેમ લાગી રહયું છે. સ્માર્ટ સીટી અમદાવાદમાં “ગ્રીન એન્વાયરમેન્ટ” એટલે કે હરીયાળીના વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. ર૦૧રમાં થયેલ ગણતરી કરતા બમણી ટકાવારી થઈ છે. જયારે છેલ્લા બે વર્ષમાં જ ર૦ લાખ કરતા વધુ નવા વૃક્ષ લગાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ૩૮પ જેટલા હેરીટેઝ વૃક્ષો પણ છે.

અમદાવાદ શહેરની એક જમાનામાં ધૂળીયા શહેર તરીકે ગણના થતી હતી પરંતુ હવે શહેરમાં ધીમેધીમે હરિયાળી ક્રાંતિ આવી રહી છે જેના કારણે “ગ્રીન કવચ”ની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે. ર૦૧રની સાલમાં થયેલ વૃક્ષોની ગણતરી મુજબ અમદાવાદમાં ૬ લાખ ૧૮ હજાર વૃક્ષ હતા. જયારે ગ્રીન કવચ માત્ર ૪.૬૬ ટકા હતુ. ર૦૧૬માં ફોરેસ્ટ વિભાગ દ્વારા જી.આઈ.એસ. મેપીંગ બેઝ સર્વે કરવામાં આવ્યો હતો

જેના રીપોર્ટ મુજબ અમદાવાદ શહેમાં ગ્રીન કવચ પ.૮૩ ટકા થયુ હતું. ર૦૧૮ના વર્ષમાં પર્યાવરણ સાથે સંકળાયેલ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા રેન્ડમ સર્વે થયો હતો. જેના તારણ મુજબ “ગ્રીન કવચ” વધીને લગભગ આઠ ટકા જેટલુ થયુ હતું. ત્યારબાદ ર૦૧૯ અને ર૦ર૦માં જે રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે તેના કારણે “ગ્રીન કવર” એરીયામાં વધારો થયો છે તથા ર૦ર૦માં ગ્રીન કવર ૯ ટકા થયુ છે.

મ્યુનિ. પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેકટર જીગ્નેશભાઈ પટેલના જણાવ્યા મુજબ ર૦૧૯માં “મીશન મીલીયન ટ્રીઝ” પ્રોજેકટ અંતર્ગત ૧૧.૮૬ લાખ નવા વૃક્ષ લગાવવામાં આવ્યા હતા જેની માવજત અને જાળવણીની જવાબદારી વિવિધ સંસ્થાઓને સોંપવામાં આવી હતી. તેના સારા પરીણામ મળ્યા છે તથા લગભગ ૮૦ ટકા વૃક્ષ બચાવી શકયા છે. મતલબ કે ર૦૧૯માં જે વૃક્ષ લગાવવામાં આવ્યા હતા તે પૈકી માત્ર ર૦ ટકા વૃક્ષનો ઉછેર થયો નથી.
ર૦ર૦ના વર્ષમાં કોરોનાના કારણે “મીશન મીલીયન ટ્રીઝ” કાર્યક્રમ પડતો મુકવામાં આવ્યો હતો તેમ છતાં ઓકટોબર મહીનાના અંત સુધી દસ લાખ વૃક્ષ લગાવવાનો નિર્ધાર કર્યો છે. જે પુર્ણ કરવામાં આવશે. મ્યુનિ. બગીચા વિભાગ દ્વારા ર૪ સપ્ટેમ્બર સુધી ૭ લાખ ૯૩ હજાર વૃક્ષ લગાવવામાં આવ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશનના મધ્યઝોનમાં ૩પ૧ર૬, પૂર્વ ઝોનમાં ૧૩૦૪રર, પશ્ચિમ ઝોનમાં ૧૯૪૬પપ, ઉત્તર ઝોનમાં ૯૪૮૯પ, દક્ષિણ ઝોનમાં ૯૬૩૭૮, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૩૯રરપ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૦ર૧૪ર નવા રોપા લગાવ્યા છે. શહેરમાં ર૦૧૮ની ગણત્રી મુજબ ૧૧ લાખ વૃક્ષ હતા ર૦૧૯ અને ર૦ર૦માં નવા લગાવવામાં ર૦ લાખ રોપાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. બે વર્ષમાં લગાવેલ રોપા પૈકી જે વૃક્ષ થાય તેની ગણત્રી અલગ થશે.

અમદાવાદ શહેરમાં હેરીટેજ કહી શકાય તેવા ૩૮પ વૃક્ષ છે. પ૦થી ૭પ વર્ષની ઉંમર ધરાવતા વૃક્ષોની સંખ્યા ૬૭૧૮ તથા ૧૦૦ વર્ષની ઉંમર ધરાવતા ર૪૭૧ વૃક્ષ છે. હેરીટેજ વૃક્ષોની ઉંમર ૧પ૦ થી ૩૦૦ વર્ષ હોવાનું માનવામાં આવે છે. જયારે ૧ લાખ ૬૦ હજાર વૃક્ષની ઉંમર ૪૦ થી પ૦ વર્ષની છે.

સામાન્ય રીતે કોઈપણ શહેરમાં ૧ર થી ૧પ ટકા ગ્રીન કવરને શ્રેષ્ઠ માનવામાં આવે છ. રાજયના ગાંધીનગર અને ભાવનગર શહેરમાં પુરતા પ્રમાણમાં ગ્રીન કવર છે. પરંતુ ર૦૧રની સરખામણીએ “ગ્રીન કવર”ની ટકાવારીમાં થયેલ વધારામાં અમદાવાદ મોખરે છે. શહેરમાં ઉપલબ્ધ વૃક્ષોમાં લીમડો, પીપળો, વડ, ખાટી આંબલી, ગરમાળો, ગુલમહોર, આસોપાલવ, કણજી, નીલગીરી વગેરેની સંખ્યા વધારે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.