Western Times News

Gujarati News

રસ્તા પર વાહન રોકી વાહનના કાગળ ચેક નહીં કરવામાં આવે

Files Photo

નવી દિલ્હી: કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે હાલમાં કેન્દ્રીય મોટર વ્હીકલ રુલ્સ ૧૯૮૯માં ઘણા પ્રકારના ફેરફાર કર્યા છે. કેન્દ્ર તરફથી નવા નિયમો ૧ ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યા છે.

મંત્રાલયના મતે આઈટી સર્વિસિેસ અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ દ્વારા ટ્રાફિક રુલ્સ સારી રીતે આખા દેશમાં લાગુ કરવામાં આવી શકે છે. નવા નિયમો પ્રમાણે હવે કોઇપણ વાહનને ફક્ત ડોક્યુમેન્ટ ચેક કરવા માટે રસ્તા પર રોકવામાં આવશે નહીં. આનાથી લોકોને રસ્તા પર ડોક્યુમેન્ટ ચેક કરાવવાની પરેશાનીમાંથી રાહત મળી જશે.

નવા નિયમો પ્રમાણે કોઇપણ વાહનનું કોઈ ડોક્યુમેન્ટ ઓછું અથવા અધુરુ હશે તો તેના રજિસ્ટ્રેશન નંબર દ્વારા દસ્તાવેજોનું ઇ વેરિફિકેશન થશે અને ઇ ચાલાન મોકલી દેવામાં આવશે.

એટલે હવે વાહનોની તપાસ માટે ફિજિકલ ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવશે નહીં. હવે સવાલ એ થશે કે જો વાહનોના ડોક્યુમેન્ટની ફિજિકલ તપાસ નહીં થાય તો કેવી રીતે ખબર પડશે કે કોઈ વાહનનું કોઈ ડોક્યુમેન્ટ એક્સપાયર થઇ ગયું છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે લાઇસેસિંગ ઓથોરિટી તરફથી અયોગ્ય અને નિરસ્ત ડ્રાઇવિંગ લાયસન્સની વિગતો પોર્ટલમાં રેકોર્ડ કરવામાં આવશે. જે સમય-સમય પર અપડેટ કરવામાં આવશે.

આ અપડેટેડ ડેટા પોર્ટલ પર જોવા મળશે. જો અધિકારી તરફથી ઇલેક્ટ્રોનિકસ સાધનો દ્વારા દસ્તાવેજોની વિગતો કાયદેસર હશે તો તપાસ માટે ફિઝિકલ ડોક્યુમેન્ટ્‌સની માંગણી કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકાર તરફથી જારી નવા નિયમો પ્રમાણે વાહન માલિકોએ પોતાના ડોક્યુમેન્ટને ઇલેક્ટ્રોનિક ફાર્મમાં મેન્ટેન કરવા જરૂરી રહેશે.

જેથી રસ્તા પર તપાસ કરાવવાની ઝંઝટમાંથી છુટકારો મળે. આસાન ભાષામાં સમજો તો લાયસન્સ, રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્‌સ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ્‌સ જેવા વાહન સાથે જોડાયેલ જરૂરી ડોક્યુમેન્ટ્‌સને સરકાર તરફથી સંચાલિત વેબ પોર્ટલ દ્વારા મેન્ટેન કરવામાં આવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.