Western Times News

Gujarati News

મુંબઈ અને બેંગ્લોરની મેચમાં ટાઈ બાદ બેંગ્લોરનો વિજય

દુબઈ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ૨૦૨ રનનો ટારગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૧૦૧ રન બનાવી શકી. જેથી મેચ સુપર ઓવરમાં પહોંચી હતી.

જેમાં પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સ એક ઓવરમાં માત્ર ૭ રન બનાવી શકી. સુપર ઓવરમાં રોયલ બેંગ્લોર ચેલેન્જ તરફથી બીજી ઈનિંગમાં બેટિંગ કરવા માટે વિરાટ કોહલી અને ડીવિલયર્સ ઉતર્યા હતા. જેમણે ખુબ જ સરળતાથી આ ટારગેટ પૂરો કરી ટીમને જીત અપાવી હતી. પોસ્ટ મેચ સેરેમનીમાં મુંબઈ તરફથી ધમાકેદાર બેટિંગ કરનારા એબી ડિવિલિયર્સને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયના ખેલાડી ઈશાન કિશને ૯ સિક્સો ફટકારીને મોસ્ટ સિક્સનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. મુંબઈ અને બેંગ્લોર વચ્ચેની મેચમાં ૨૦૨ રનના ટારગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓમાં ઓપનિંગમાં ઉતરેલા કેપ્ટન રોહિત શર્મા માત્ર ૮ રનનમાં જ આઉટ થઈ ગયો હતો.

ત્યાર બાદ ડી કોક ૧૪ અને સૂર્યકુમાર યાદવ ૦ રને આઉટ થતા માત્ર ૩૯ રનમાં ૨ વિકેટ પડી ગઈ હતી. જોકે ત્યાર બાદ ઈશાન કિશન અને પોલાર્ડે ધમાકેદાર બેટિંગ કરી હતી. કિશાને ૫૮ બોલમાં ૯ સિક્સની મદદથી ૯૯ રન બનાવ્યા જ્યારે પોલાર્ડે ૫ સિક્સની મદદથી ૬૦ રન બનાવી સ્કોર ૨૦૧ રન સુધી પહોંચાડી દીધો હતો. બીજી ઈનિંગના બોલિંગ ઓર્ડરની વાત કરીએ બેંગ્લોર તરફથી ઈસુરુ ઉદાનાએ ૪૫ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.

જ્યારે વોશિંગ્ટ સુંદર, ચહલ અને એડમ ઝામ્પાને ૧-૧ સફળતા મળી હતી. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ દેવદત્ત અને ફિંચની જોડીએ આક્રમક બેટિંગ કરીને મુંબઈના બોલર્સની ધોલાઈ કરી હતી. આ જોડીએ ૯ ઓવરમાં ૮૧ રનની ભાગીદારી નોંધાવીને મજબૂત સ્કોરનો પાયો નાંખ્યો હતો.

બંને ઓપનરે અડધી સદી ફટકારી હતી. દેવદત્તે ૪૦ બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૫૪ રન નોંધાવ્યા હતા જ્યારે ફિંચે ૩૫ બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૫૨ રનની ઈનિંગ્સ રમી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી માત્ર ૩ રનમાં જ આઉટ થઈ ગયો હતો.

ડિવિલિયર્સે ધમાકેદાર બેટિંગ કરતા ચાર ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી માત્ર ૨૪ બોલમાં ૫૫ રન (નોટઆઉટ) બનાવ્યા હતા. યુવા બેટ્‌સમેન શિવમ દુબેએ પણ તેનો સાથ આપતા ૧૦ બોલમાં ૩ સિક્સ મારીને ૨૭ રનની ઈનિંગ રમી હતી.

બેટ્‌સમેનોની ધમાકેદાર બેટિંગની મદદથી ૩ વિકેટ ૨૦૧ રન બનાવ્યા હતા. બીજી તરફ બોલિંગની વાત કરીએ તો મુંબઈના બોલરોને ખાસ સફળતા મળી નહોતી. મુંબઈ તરફથી રાહુલ ચહર, બુમરાહ, કૃણાલ પંડ્યાને ૧-૧ સફળતા મળી હતી. જ્યારે બોલ્ટ અને પેટ્ટિસન અને પોલાર્ટને કોઈ વિકેટ મળી નહોતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.