Western Times News

Latest News from Gujarat

ડરબન અકસ્માતમાં ત્રણ ગુજરાતી યુવાનોનાં મોત

બારડોલી: દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ગુજરાતીના મોત થયા છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામના રહેવાસી અને હાલ ડરબન શહેરમાં રહેતા ત્રણ લોકોના અકસ્માતમાં મોત થતા તેમના વતન તડકેશ્વરમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.

અકસ્માતમાં કારમાં સવાર ઇમ્તિયાઝ હનીફ દેસાઇ ઉર્ફે પ્યાલી, આસિફ ઐયુબ લીંબાડા, સફવાન અબ્દુલ કુવાડીયાના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.

મૂળ તડકેશ્વરના વતની અને હાલ ડરબન શહેરમાં રહેતા યુવાન શનિ-રવિની રજા હોવાથી ફરવા માટે ગયા હતા. આ દરમિયાન આગળ ચાલતી કારનો અકસ્માત થતા પાછળથી ચાલતી કાર પણ ધડાકાભેર અથડાઈ હતી. આ દરમિયાન ત્રણેયના મોત નિપજયા હતા. ત્રણેયના મોતના પગલે સાઉથ આફ્રિકામાં રહેતા પરિવાર અને તડકેશ્વરમાં રહેતા સંબંધીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા તડકેશ્વરમાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

મૃતકના પરિવારને સાંત્વના આપવા પ્રયાસ કર્યો હતો. શનિવાર અને રવિવારે નોકરીની રજા હોવાથી ડરબન ફરવા માટે ગયાં હતાં અને ત્યાથી પરત પોતાના ઘરે આવતા હતાં. આ દરમિયાન તેમની આગળ ચાલતી કારનો કોઈ કારણોસર અકસ્માત થતા તે કારનું ટાયર ઉછળીને પાછળનાં ભાગે આવતી આ યુવાનોની કારમાં ટકરાતાં કાર ત્રણ-ચાર વખત પલ્ટી મારી ગઈ હતી. જેમાં ત્રણ યુવાનોનો મોત થયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers