Western Times News

Gujarati News

મની લોન્ડ્રિંગ કેસમાં નવાજ શરીફના ભાઇ શહબાઝ શરીફની ધરપકડ

લાહોર, પાકિસ્તાનના નેતા વિરોધ પક્ષ અને પીએમએલ એનના અધ્યક્ષ શહબાઝ શરીફની મની લોન્ડ્રીંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.શહબાઝ શરીફ ઉપર સાત અબજ રૂપિયા (૪૧.૯ મિલિયન અમેરિકી ડોલર)ના મની લોન્ડ્રીંગનો કેસ નોંધાયેલો છે જેને લાહોર હાઇકોર્ટે શાહબાઝની જામીન અરજી નકારી દીધી હતી.

પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના નાના ભાઇ શહબાદને કોર્ટ પરિસરમાં કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા જયાં મોટી સંખ્યામાં પીએમએલ એનના કાર્યકર્તા સુનાવણી દરમિયાન એકત્રિત થયા હતાં. પાકિસ્તાનના ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા,રાષ્ટ્રીય જવાબદારી બ્યુરોએ શાહબાઝને લાહોરના ડિટેન્શન સેન્ટરમાં લઇ ગયા હવે તેમની રિમાન્ડ માટે એનએબી કોર્ટમાં રજુ કરવામાં આવશે. મહત્વનું છે કે ઇમરાન સરકારે પાછલા સપ્તાહે ૨૦૦૮થી ૨૦૧૮ સુધી પંજાબના મુખ્યમંત્રીના કાર્યભાર સંભાળનાર ૬૯ વર્ષીય શહબાઝ અને તેના પરિવાર વિરૂધ્ધ મની લોન્ડ્રીંગનો કેસ દાખલ કર્યો હતો આંતરિક અને જવાબદારી પર વડાપ્રધાન ઇમરાન ખાનના સલાહકાર શહબાઝ અકબરે ૨૩ સપ્ટેમ્બરે આરોપ લગાવ્યો હતો કે શાહબાઝ અને તેમના પુત્ર હમજા અને સલમાન નકલી ખાતા દ્વારા મની લોન્ડ્રીંગમાં સામેલ હતાં.

અકબરે કહ્યું કે નાણાંકીય દેખરેખ એકમે શહબાઝના પરિવારના શંકાસ્પદોની સાથે ૧૭૭ લેણદેણની જાણકારી મેળવી હતી ત્યારબાદ એનએબીએ તપાસ શરૂ કરી હતી તેમણે આરોપ લગાવ્યો કે શહબાઝ અને તેમના બાળકોની માલિકી વાળી કંપનીઓના કર્મચારીઓના માધ્યમથી અબજ રૂપિયા લુંટવામાં આવ્યા અકબરે શહબાઝ અને હમજા પર પાર્ટી ટિકિટ અને પસંદગીના પ્રોજેકટ બદલે કમીશન અને કમીશન લેવાનો પણ આરોપ લગાવ્યો છે.એ યાદ રહે કે તેમના મોટાભાઇ નવાજ શરીફ પહેલાથીજ ભ્રષ્ટાચારના મામલામાં દોષિ સાબિત થયા છે લાંબા સમયથી તેઓ પાકિસ્તાનની બહાર છે અને લંડનમાં રહે છે નવાજ શરીફને કોર્ટમાં હાજર થવાનું છે પણ લંડનથી પરત આવતા નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.