Western Times News

Gujarati News

નવમા વર્ષે પણ મુકેશ અંબાણી દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ

મુંબઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં લગભગ ૭૩ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે અને તે રૂ. ૬.૫૮ લાખ કરોડ પર પહોંચી ગઈ છે. આ સાથે, તે સતત ૯ મા વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ૬૩ વર્ષીય મુકેશ અંબાણીએ તેના ટેલિકોમ અને રિટેલ વ્યવસાયમાં ઘણો હિસ્સો વેચી દીધો છે, જેના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર સતત મજબૂત થયા છે. આઇયુએફએલ વેલ્થના સહયોગથી હુરુન જો અહેવાલ મુજબ, અંબાણી વિશ્વમાં પાંચમા ક્રમે છે.

છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતના ગૌતમ અદાણીએ ઘણા ધંધામાં પગપેસરો કર્યો છે, જેના કારણે તેમની સંપત્તિમાં પણ લગભગ ૪૮ ટકાનો અસાધારણ વધારો જોવા મળ્યો છે. તેમની કુલ સંપત્તિ હવે ૧.૪૦ લાખ કરોડ રૂપિયા થઈ છે. શ્રીમંતોની આ યાદીમાં તેઓ બે ક્રમ ઉપર આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણીને થોડા સમય પહેલા સોલર પાવરનો મોટો પ્રોજેક્ટ મળ્યો છે.આ રેન્કિંગ્સ એવા સમયે આવ્યા છે જ્યારે કોરોનાને કારણે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

હુરુનની આ યાદીમાં કુલ ૮૨૮ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમની ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ સુધી કુલ સંપત્તિ રૂપિયા ૧૦૦૦ કરોડથી વધુ હતી. સાયરસ મિસ્ત્રી અને શાપુર મિસ્ત્રી, જે ટાટા સન્સમાં તેમની ૧૮ ટકા હિસ્સો લગભગ ૧.૭૮ લાખ કરોડમાં વેચવા માગે છે તેમની સંપત્તીમાં લગભગ ૧ ટકાનો ઘટાડો થયો છે અને હવે બંનેની સંપત્તિ ૭૬ હજાર કરોડ છે.
લંડનમાં રહેતા હિન્દુજા બ્રધર્સ ૧,૪૩,૭૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. એચસીએલના સ્થાપક શિવ નડાર રૂ .૧,૪૧,૭૦૦ કરોડની સંપત્તિ સાથે ત્રીજા, ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ચોથા અને વિપ્રોના અઝીમ પ્રેમજી પાંચમા સ્થાને છે. એવન્યુ સુપરમાર્ટ્‌સના સ્થાપક રાધાકિશન દમાનીએ પ્રથમ વખત દેશના ટોચના દસ ધનકુબર્સમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં તેઓ સાતમા ક્રમે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.