Western Times News

Gujarati News

1.2 લાખ ભોજન પહોંચાડવા અક્ષય પાત્ર ફાઉન્ડેશને ઓલા સાથે પાર્ટનરશિપ કરી

ઓલા ફાઉન્ડેશને ડ્રાઇવર સમુદાય સુધી પહોંચવા કામગીરી વધારી

●        ફાઉન્ડેશને બેંગાલુરુ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ, પૂણે, જયપુર સહિત 13 શહેરોમાં ભોજનનું વિતરણ કરવાની યોજના બનાવી

સ્થાનિક સમુદાયો માટે ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવા ઓલાની સામાજિક સેવાભાવી સંસ્થા ઓલા ફાઉન્ડેશને ડ્રાઇવર પાર્ટનર નેટવર્કને ટેકો આપવા 1.2 લાખ મિલ્સ (ભોજન) આપવાની યોજના બનાવી છે. આ પહેલ રાષ્ટ્રવ્યાપી અભિયાન “ડ્રાઇવ ધ ડ્રાઇવર ફંડ”નો ભાગ છે, જે ઓલા ફાઉન્ડેશને માર્ચ મહિનામાં રોગચાળાથી અસર પામેલા ડ્રાઇવર પાર્ટનર્સને ટેકો આપવા માટે શરૂ કરી હતી. અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે પાર્ટનરશિપમાં ઓલા ફાઉન્ડેશન 13 ભારતીય શહેરોમાં ડ્રાઇવરો અને તેમના પરિવારજનોને સંપૂર્ણ ભોજનની કિટ પ્રદાન કરશે.

અક્ષય પાત્ર ફાઉન્ડેશન દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ, પૂણે અને જયપુરમાં સ્થાનિક સમુદાયોને રાહત આપવા આ પહેલનો પાયાના સ્તરે અમલ કરવાની સુવિધા પૂરી પાડશે.

અગાઉ ડ્રાઇવર-પાર્ટનર્સ અને તેમના પરિવારજનોની સુખાકારી સુનિશ્ચિત કરવાના અગાઉના પ્રયાસો પર નિર્મિત આ ભોજન વિતરણ અભિયાન ઓલા ફાઉન્ડેશનના ડ્રાઇવર સમુદાયને ટેકો આપવાના લક્ષ્યાંકને સુસંગત છે. સેવાભાવી સંસ્થા ‘ડ્રાઇવ ધ ડ્રાઇવર’ ફંડ દ્વારા આ સમુદાય માટે 1 કરોડથી વધારે ભોજન સક્ષમ બની છે.
આ પહેલ ઇમરજન્સી સપોર્ટ અને આવશ્યક પુરવઠા જેવા મુખ્ય ક્ષેત્રો પર પણ કેન્દ્રિત હતી, જે આ પડકારજનક સમયગાળા દરમિયાન ડ્રાઇવર્સ પાર્ટનર્સ માટે અતિ મહત્ત્વપૂર્ણ છે. ડ્રાઇવરો અને તેમના પરિવારજનોને નિઃશુલ્ક તબીબી સલાહ પણ આપવામાં આવી છે.

ભોજન વિતરણ અભિયાન વિશે ઓલાના પ્રવક્તા આનંદ સુબ્રમનિયનએ કહ્યું હતું કે, “ભારત નવા સ્થિતિસંજોગો અપનાવી રહ્યો હોવાથી અસરગ્રસ્ત સમુદાયોને આગળ વધવા મદદ કરવા માટે સહિયારી કામગીરી અને ટેકાની જરૂર પડશે.

ડ્રાઇવર સમુદાયને ટેકો આપવાના અમારા સતત પ્રયાસમાં અમે આ રાષ્ટ્રવ્યાપી પહેલ દ્વારા વધુ એક નાનાં પ્રયાસમાં હજારો-લાખો પરિવારોને સેવા આપવા અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે પાર્ટનરશિપ કરીને ખુશ છીએ.”

અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સીઇઓ શ્રીધર વેંકટે કહ્યું હતું કે, “અમે ડ્રાઇવર સમુદાય અને તેમના પરિવારજનો સુધી પહોંચવા ઓલા ફાઉન્ડેશનએ આપેલા ઝડપી પ્રતિભાવથી પ્રભાવિત થયા છીએ.

હૃદયથી કોર્પોરેટ સ્વરૂપે તેમણે આ હિતધારકોને સંવેદના દર્શાવી છે, જેઓ તેમના વ્યવસાયને વધારવા અને જીવંત જાળવશે. અમે અમારા જોડાણ માટે અતિ આભારી છીએ, કારણ કે અમે અમને આગળ વધવામાં મદદરૂપ થતાં લોકોને મદદરૂપ થવા સેવા આપવા સાથે આવ્યાં છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.