Western Times News

Gujarati News

જનરલ અટલાન્ટિકનું રિલાયન્સ રિટેલમાં ૩૬૭૫ કરોડનું રોકાણ

નવી દિલ્હી: નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોમાં (Reliance Jio) મોટું રોકાણ કર્યા બાદ હવે અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ અટલાન્ટિક આરઆરવીએલમાં ૩૬૭૫ કરોડ (Atlantic RRVL Rs. 3675 Cr. investment) રૂપિયાનું રોકાણ કરશે. તેના બદલામાં કંપનીને રિલાયન્સ રિટેલમાં ૦.૮૪ ટકા હિસ્સેદારી મળશે.

આ મહિનાના શરૂઆતમાં દુનિયાની દિગ્ગજ ટેક ઇન્વેસ્ટર કંપની સિલ્વર લેકએ પણ રિલાયન્સ રિટેલમાં ૭૫૦૦ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. તેના બદલામાં કંપનીને રિલાયન્સ રિટેલમાં ૧.૭૫ ટકાની હિસ્સેદારી મળી છે. બીજી તરફ, અમેરિકન કંપની કેકેઆરએ રિલાયન્સ રિટેલમાં ૧.૭૫ ટકા હિસ્સેદારી ૫૫૫૦ કરોડ રૂપિયામાં ખરીદી છે. આરઆરવીએલની સહાયક કંપની રિલાયન્સ રિટેલ લિમિટેડ ભારતની સૌથી ઝડપથી વધી રહેલા રિટેલ બિઝનેસનું સંચલન કરે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ (Managing Director Mukesh Ambani) જણાવ્યું કે, અમે જનરલ અટલાન્ટિકની સાથે અમારા સંબંધોને આગળ વધારવાની ખૂબ ખુશી છે. કારણકે અમે વેપારીઓ અને ગ્રાહકો બંનેને સામન રૂપથી સશક્ત બનાવવા અને અંતે ભારતીય રિટેલને બદલવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. રિલાયન્સ રિટેલની જેમ, જનરલ અટલાન્ટિક ભારત અને દુનિયાભરમાં પ્રગતિ, વિકાસ અને સમાવેશન માટે ડિજિટલ સક્ષમતાની મૌલિક ક્ષમતામાં વિશ્વાસ ધરાવે છે.

જનરલ અટલાન્ટિકના મુખ્ય કારોબારી અધિકારી બિલ ફોર્ડે કહ્યું કે, જનરલ અટલાન્ટિક દેશના રિટેલ ક્ષેત્રમાં પર્યાપ્ત સકારાત્મક ફેરફાર લાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નવા બિઝનેસ મિશનનું સમર્થન કરવા માટે ઉત્સાહિત છીએ. જનરલ અટલાન્ટિકનું રિલાયન્સ ગ્રુપમાં આ બીજું રોકાણ છે.

આ પહેલા તેણે જિયો પ્લેટફોર્મ્સમાં ૬,૫૯૮.૩૮ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.દેશના સંગઠિત રિટેલ વેપારમાં રિલાયન્સે ૨૦૦૬માં શરૂઆત કરી હતી. સૌથી પહેલા આ કંપનીએ હૈદરાબાદમાં રિલાયન્સ ફ્રેશ સ્ટોર ખોલ્યા હતા. કંપનીનો આઇડિયા હતો કે તે નજીકના બજારમાંથી ગ્રાહકોને ગ્રોસરી અને શાકભાજી ઉપલબ્ધ કરાવે. ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની શરુઆતમાં કંપની કન્ઝૂમર ડ્યૂરેબલ્સ, ફાર્મસી અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટસ ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું.

ત્યારબાદ કંપનીએ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને કેશ એન્ડ કેરી બિઝનેસમાં પણ ડગલાં માંડ્યા. ઇલેક્ટ્રોનિક રિટેલ ચેનને કંપનીએ ૨૦૦૭માં લૉન્ચ કર્યું હતું. ત્યારબાદ ૨૦૦૮ અને ૨૦૧૧માં રિલાયન્સે ફેશન અને હોલસેલ બિઝનેસમાં રિલાયન્સ ટ્રેન્ડ્‌સ અને રિલાયન્સ માર્કેટની શરૂઆત કરી.

૨૦૧૧ સુધી રિલાયન્સ રિટેલના સેલ્સથી કમાજ્ઞી ૧ અબજ ડૉલરને પાર પહોંચી ગઈ હતી. રિલાયનસ રિટેલની નજર લાખો ગ્રાહકો અને લઘુ અને નાના ઉદ્યમોને સશક્ત કરવા અને પસંદગીના ભાગીદારોના રૂપમાં વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓની સાથે મળી કામ કરતા ભારતીય રિટેલ બજારને ફરીથી સંગઠિત કરવા પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.