Western Times News

Latest News from Gujarat

રેપના આરોપ બાદ ડિરેક્ટર અનુરાગ કશ્યપને પોલીસનુ સમન્સ

મુંબઇ, ફિલ્મ અત્રિનેત્રી પાયલ ઘોષે ફિલ્મ ડાયરેકટર અનુરાગ કશ્યપ સામે કરેલી જાતીય શોષણની પોલીસ ફરિયાદ બાદ હવે અનુરાગની મુશ્કેલીઓ વધી રહી છે. અનુરાગ કશ્યપને આ મામલામાં પૂછપરછ માટે પોલીસે સમન્સ મોકલ્યુ છે.ગુરુવારે સવારે અનુરાગને પોલીસ સમક્ષ હાજર થવુ પડશે.આ પહેલા પાયલ ઘોષે પોતાના વકીલ સાથે મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી.જેના આધારે 22 સપ્ટેમ્બરે મુંબઈના વરસોવા પોલીસ મથકમાં અનુરાગ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં રેપની કલમનો પણ સમાવેશ થાય છે.

પાયલ ઘોષે આરોપ મુક્યો હતો કે, અનુરાગ કશ્યપે મારી પર 2013માં વરસોવા વિસ્તારમાં રેપ કર્યો હતો.જેના પગલે વરસોવા પોલીસ મથકમાં અનુરાગ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. જોકે અનુરાગ કશ્યપ આ આરોપોને ફગાવીને કહી ચુક્યા છે કે, મને ચૂપ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.રેપના તમામ આરોપ ખોટા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers