Western Times News

Gujarati News

માલપુર PSI  સોલંકીએ સોનારીયા નજીક પરપ્રાંતીય ઈજાગ્રસ્ત યુવક મળતા સારવાર કરાવી પરિવાર સાથે મિલાપ 

કોરોનાની વૈશ્વિક મહામારીમાં ખાખી વર્દીના અનેકરૂપ જોવા મળ્યાં છે લોકડાઉનમાં ખાખીની દરિયાદિલીના દર્શન થયા હતા દેશમાં લોકડાઉનમાં ભુખ્યાને ભોજન,બીમારને દવાઓ સહીત જરૂરિયાતમંદ લોકોને પરિવારની હૂંફ આપી હોવાના અનેક કિસ્સાઓ જોવા મળ્યા હતા માલપુર પોલીસે લોકડાઉનમાં જરૂરિયાતમંદ લોકોને કરિયાણાની કીટ વહેંચી અને ફૂટપાથ પર પડી રહેલા દિવ્યાંગ ભિક્ષુકને સ્વચ્છ કરવાની સરાહનીય કામગીરી કરી હતી માલપુર પોલીસે વધુ એકવાર માનવતા મહેકાવી હતી

માલપુરના સોનારીયા ગામના પીકઅપ સ્ટેન્ડમાં ઈજાગ્રસ્ત બનેલ કણસતા પરપ્રાંતીય યુવક પેટ્રોલીંગ દરમિયાન જોવા મળતા સારવાર કરાવી તેને હૈયાધારણા આપતા યુવકે મધ્યપ્રદેશનો હોવાનું જણાવતા તેના પરિવારનો સંપર્ક કરી યુવક સાથે મીલન કરાવતા ૪ મહિનાથી ગુમ થયેલ યુવકને જોઈ પરિવારજનોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા

માલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સોનારીયા ગામના પીકઅપ સ્ટેન્ડમાં એક ઈજાગ્રસ્ત હાલતમાં દયનિય સ્થિતિમાં સારવારના અભાવે કણસતો યુવક જોવા મળતા તેની પાસે જઈ જોતા જમણા પગે ઇજા થયાનું જણાતાં તાબડતોડ ઈજાગ્રસ્ત યુવકને માલપુર સામુહિક કેન્દ્રમાં સારવાર કરાવતા અને યુવકને બે ટંક ભોજન કરાવી વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતા તેનું નામ  માખનસિંહ અમરસિંહ પરમાર અને મધ્યપ્રદેશના રાઉખેડી ગામનો હોવાનું જણાવતા અરવલ્લી જીલ્લા કંટ્રોલના સહયોગથી યુવકના વિસ્તારના સીપ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી યુવક અને તેના પરિવારજનો  અંગે પૂછપરછ કરતા સીપ્રા પોલીસ સ્ટેશનમાં ચાર મહિના અગાઉ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ હોવાનું જણાવ્યું હતું

માલપુર પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક નંબર મેળવી સંપર્ક કરતા પરિવારજનો મધ્યપ્રદેશ થી માલપુર પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને યુવકને જોતાની સાથે તેની માતાએ ગળે લગાડતા અને ખુશીની અશ્રુધારા વહાવતા પીએસઆઈ સોલંકી અને તેમનો સ્ટાફની પણ આંખો ભરાઈ ગઈ હતી માલપુર પોલીસની માનવતા ભર્યાં પગલાંને પગલે ચાર મહીનાથી પરિવાર થી વિખૂટો પડેલ યુવકનું પુન:મિલન કરાવવામાં સફળતા મળી હતી

દિલીપ પુરોહિત.   બાયડ

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.