Western Times News

Gujarati News

હાથરસની પીડિતાની પુરી સિસ્ટમે બળાત્કાર કર્યો: અરવિંદ કેજરીવાલ

નવીદિલ્હી, હાથરસમાં સામૂહિક બળાત્કાર પીડિતાના પરિવારે આરોપ લગાવ્યો છે કે પોલીસે પીડિતાની રાતમાં જબરજસ્તી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા સામૂહિક બળાત્કારના એક પખવાડીયા બાદ ૧૯ વર્ષીય દલિત મહિલાનું એક હોસ્પિટલમાં મંગળવારે મૃત્યુ થયા આ સમગ્ર મામલામાં પીડિત પરિવારે ઉત્તરપ્રદેશ પોલીસ તરફથી નિષ્ક્રિયતા બતાવવાનો આરોપ લગાવ્યો તેને લઇ લોકોમાં જબરજસ્તી આક્રોશ ફૂટી પડયો છે અને અનેક નેતાઓએ પણ તેના પર ગુસ્સો વ્યકત કર્યો છેં.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી લઇ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી માયાવતી સહિતના નેતાઓએ તેના પર નારાજગી વ્યકત કરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના પર ટ્‌વીટ કરતા લખ્યું કે હાથરસની પીડીતાનો પહેલા કેટલાક નરાધમોએ બળાત્કાર કર્યો અને ગઇકાલે સમગ્ર સિસ્ટમે બળાત્કાર કર્યો સમગ્ર પ્રકરમ ખુબ પીડાદાયી છે
કેજરીવાલ ઉપરાંત દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સોસોદિયાએ ટ્‌વીટ કરી ઉત્તરપ્રદેશમાં ગઇકાલે રાતે પોલીસે જે રીતે પીડિતાના અંતિમ સંસ્કાર કર્યા તે પણ બળાત્કારી માનસિકતાનું જ પ્રતીક છે. સત્તા જાતિ અને વર્ગીના અહંકારની આગળ ઇસાનિયત તાર તાર થઇ રહી છે.

એ યાદ રહે કે નરાધમોનો શિકાર થયેલ હાથરસની પીડિતાએ મંગળવારે દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં ૧૪ સપ્ટેમ્બરે ચાર નરાધમોએ તેની સાથે બળાત્કારકર્યો હતો અને તેને મોતના મોંમાં ધકેલી દીધી હતા. તેના શરીરમાં અનેક ઇજાઓ આવી હતી અને તે ૧૫ દિવસ સુધી અલીગઢની જવાહરલાલ નહેરૂ હોસ્પિટલમાં તડપતી રહી અને મોતથી લડતી રહી હતી અને અંતે અંતિમ શ્વાસ લીધા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.