Western Times News

Gujarati News

ચીન પર શિકંજો કસવા માટે જાપાનમાં કવાડ દેશોની મહત્વપૂર્ણ બેઠક

કવાડ દેશોમાં ભારત જાપાન અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સામેલ છ
ટોકયો, હિંદ પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને ઘેરવાના હેતુથી ચતુષ્કોણીય ગઠબંધન દેશ (કવાડ)ના વિદેશ મંત્રી છ ઓકટોબરે જાપાનના ટોકયો શહેરમાં કુટનીતિક વાર્તા કરશે કવાડ દેશોમાં ભારત જાપાન અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સામેલ છે જાપાની મીડિયાએ વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગીના હવાલાથી આ માહિતી આપી છે. માતેગીએ કહ્યું કે આ બેઠકમાં હિંદ પ્રશાંત ક્ષેત્રની અંદર શાંતિ સુરક્ષા સ્થિરતા અને સમૃધ્ધિને પ્રોત્સાહનની પધ્ધતિ અંગે ચર્ચા વિચારણા કરશે બેઠકમાં ભારતના એસ જયશંકર સહિત અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને ઓસ્ટ્રેલિયાના મારિજ પાયને પણ સામેલ થશે કોરોના વાયરસ મહામારીની શરૂઆત બાદથી ટોકયો દ્વારા આયોજિત આ પહેલી મંત્રી સ્તરીય સંમેલન હશે.

જાપાનના વિદેશ મંત્રીએ કહ્યું કે આ યોગ્ય સમય છે કે ચાર દેશોના વિદેશ મંત્રી જે ક્ષેત્રીય મામલામાં સમાન મહત્વકાંક્ષીઓને સંયુકત કરે છે વિવિધ પડકારો પર વિચારનું આદાન પ્રદાન કરે તેમણે કહ્યું કે આ દરમિયાન તે પ્રત્યેક સમકક્ષથી દ્રિપક્ષીય વાર્તા પણ કરશે તેમણે કહ્યું કે દુનિયામાં હવે સ્વતંત્ર અને ખુલ્લા હિંદ પ્રશાંત ક્ષેત્રના દ્‌ષ્ટિકોણનું મૂલ્ય વધ્યુ છે અને કવાડ દેશ તેને સાકાર કરવામાં મોટું પગલું ઉઠાવી શકે છે.

આ ક્ષેત્રમાં ચીનના વધતા દબદબાને જાેતા અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા અને ભારતે હિંદ સાગર ક્ષેત્રમાં નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સહયોગ વધાર્યો છે તેમાં કાનુનના શાસનનું પાલન કરવા સહિત સમુદ્ર અને આસમાનમાં અવરજવરની સ્વતંત્રતા તથા વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ સામેલ છે જેથી ચીનનો આ ક્ષેત્રમાં દબદબો ઓછો થઇ શકે. અમેરિકાએ ચીનમાં કોમ્પ્યુટર ચિપ્સ બનાવવા માટે સેમીકંડકટર મેન્યુફેકચરીંગ ઇટરનેશનલ કોર્પોરેશન (એસએમઆઇસી)ના નિર્યાત પર નવા પ્રતિબંધ લગાવી દીધા છે સાઉથ ચાયના મોર્નિગ પોસ્ટ અનુસાર આ પ્રતિબંધ ચીની સેના દ્વારા આ ચિપોના ઉપયોગનો ખતરો બતાવતા અમેરિકી વાણિજય મંત્રાલયે લગાવ્યો છે એ યાદ રહે કે ચીન ચિપ આયાત માટે અમેરિકા પર નિર્ભર છે અને તેના પર ૩૦૦ અબજ ડોલર ખર્ચ કરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.