Western Times News

Gujarati News

ભરૂચ એલ.સી.બીએ આમોદથી એક પિસ્તોલ, મેગેજીન અને કાર્તિજ સાથે બે આરોપી ઝડપી લીધા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ એલ.સી.બી પોલીસે આમોદના પુરસા રોડ પર આવેલ નવી નગરી માંથી  પિસ્તોલ,મેગેજીન અને કાર્તિજ મળી કુલ રૂ.૫૧,૧૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતા.
ભરૂચ શહેરમાં અંબિકા જવેલર્સના લુંટના બનાવ બાદ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈ ન્સપેક્ટર એલ.સી.બી,એસ.ઓ.જી અને પેરોલ સ્કવોર્ડની પોલીસ ટીમો દ્વારા ભરૂચ જીલ્લા માંથી છેલ્લા ૧૫ દિવસમાં ચાર ઘાતક હથીયારો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ.

તેજ રીતે ફરી એલ.સી.બી ટીમ દ્વારા આમોદ પુરસા રોડ નવીનગરી ખાતેથી રહીમમીયા તથા જાવીદ પટેલ નામના બે આરોપીઓને એક પિસ્તોલ અને એક કાર્ટીજ સાથે ઝડપી પાડી કોઈપણ અસામાજીક તત્વોને છોડવામાં નહી આવે તેવા સંકેત આપવામાં આવ્યા છે.ભરૂચ એલ.સી.બી પોલીસને બાતમી મળી હતી કે આમોદના રહીમમીયા પાસે શસ્ત્રો છે.

જે શસ્ત્રો સાથે રહીમમીયા જાવીદ કે જે અગાઉ હથીયાર સાથે પકડાયો હતો.તેને લઈ જાહેરમાં ફરે છે.જે બાતમીને ડેવલપ કરી એલ.સી.બી દ્વારા રહીમમીયાને ઝડપી પાડી તેના આમોદ ખાતેના ઘર માંથી મેઈડ ઈન યુ.એસ.એ ના માર્કવાળી એક પિસ્તોલ,એક ખાલી મેગઝીન અને છ કાર્ટીજ જેવા ઘાતક શસ્ત્રો લાયસન્સ વગરના પકડી પાડી આરોપી રહીમમીયાની તે બાબતે ઘનિષ્ટ પુછપરછ કરતા તેણે આ શસ્ત્રો પાડોશમાં રહેતા જાવીદ અબ્દુલ પટેલ પાસેથી વેચાણ લીધા હોવાનું જણાવતા જાવીદને પણ પકડવામાં આવેલ અને તેની પુછપરછ  કરતા તેણે આ શસ્ત્રો સુરતના નીતીન ઉર્ફે શંભુ દિનેશભાઈ પટેલ પાસેથી વેચાણ લીધા હોવાનુ જણાવતાં બન્ને આરોપીઓ વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ એલ.સી.બી દ્વારા હાથધરી આરોપીઓના પોલીસ રીમાન્ડ મેળવવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભરૂચ નાયબ જીલ્લા અધિક્ષક વિકાસ સુંડાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પકડાયેલ આરોપીઓ ની પૂછપરછમાં શસ્ત્રોના વેપલામાં સંડોવાયેલ અન્ય વ્યકિતઓના વધુ નામો ખુલે તેવી શકયતાઓ છે.
આમ ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા ઘાતક હથીયારો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે અને બે પૈકી એક આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે ત્યારે હવે ક્યાં વધુ ગુનાઓનો ભેદ ખુલે છે તે જોવું રહ્યું.બીજી બાજુ ભરૂચ જીલ્લામાં જે રીતે ઘાતક હથિયારો મળી રહ્યા છે અને તેનો છૂટ થી ઉપયોગ થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.