Western Times News

Gujarati News

UP: ભદોહીમાં દલિત યુવતી સાથે શર્મનાક હરકત, માથુ ફોડી નાખી હત્યા કરાઈ

Files Photo

લખનૌ, ઉત્તર પ્રદેશમાં હાલના દિવસોમાં મહિલા માટે ખતરનાક સાબિત થઈ રહ્યુ છે આ રાજ્ય. જ્યાં ગુનાહિત પ્રવૃતિ એટલી બધી વધી ગઈ છે કે, દરરોજ મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર અને હત્યા તથા બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે.

હાલમાં જ ઘટેલી હાથરસની ઘટના બાદ હવે બલરામપુર, આઝમગઢ અને બુલંદશહરમાંથી પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે. હવે ભદોહીમાં પણ 14 વર્ષિય એક દિકરીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. હત્યારાઓ તેનું માથું કચડી નાખ્યુ છે.

આ સગીરાનું ખેતરમાંથી શબ મળી આવ્યુ છે. આ ઘટના બાદ પરિવારના લોકોએ આરોપ લગાવ્યો છે કે, રેપ કર્યા બાદ તેની હત્યા કરવામા્ં આવી છે.

ઘટનાસ્થળ પર પોલીસે પહોંચીને અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે.

ઘટનાસ્થળ પર હાજર પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચ, ફોરેન્સિક એક્સપર્ટ તપાસમાં લાગેલા છે. આ ઘટના ગોપીગંજ કોતવાલી વિસ્તારની છે.

14 વર્ષિય સગીરાનું આજે બપોરે શૌચ ક્રિયા માટે ઘરેથી નિકળી હતી. થોડા સમય બાદ ગામલોકોએ તેની લાશ લોહીથી લથબથ અવસ્થામાં ખેતરમાં જોઈ. જે બાદ ગામલોકોએ પોલીસને જાણ કરી. ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી તપાસમાં લાગી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.