Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી 2 ઓક્ટોબરના રોજ સાંજના 6:30 કલાકે,વૈભવ સમિટનું ઉદઘાટન કરશે

સરદાર પટેલ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર 2020 ના રોજ સમાપન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

PIB Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, 2 ઓક્ટોબરના રોજ સાંજના 6:30 કલાકે, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક (VAIBHAV- વૈભવ) સમિટનું ઉદ્ઘાટન કરશે.

વૈભવ સમિટ વિદેશી અને નિવાસી ભારતીય સંશોધનકારો અને શિક્ષણવિદોની વૈશ્વિક વર્ચ્યુઅલ સમિટ છે અને તેનું આયોજન 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2020 સુધી કરવામાં આવી રહ્યું છે.

સમિટનો ઉદ્દેશ વૈશ્વિક વિકાસ માટે ભારતમાં શૈક્ષણિક તેમજ સંશોધન અને વિકાસના આધારને મજબૂત બનાવવા માટે અને સહયોગ મિકેનિઝમ્સ પર ચર્ચા કરવા માટે વિશ્વવ્યાપી શૈક્ષણિક સંસ્થાઓ અને આર એન્ડ ડી સંસ્થાઓમાં ભારતીય મૂળના પ્રકાશકોને એક જ મંચ ઉપર લાવવાનો છે.

ઉદ્ઘાટન પછી ઓનલાઇન ચર્ચા-વિચારણા સત્રો યોજવામાં આવશે. આ પહેલમાં વિદેશી નિષ્ણાતો અને તેમના ભારતીય સમકક્ષો વચ્ચે એક મહિનાથી ચાલેલી શ્રેણીબદ્ધ વેબિનીર, વિડીયો કોન્ફરન્સ વગેરેમાં અનેક સ્તરે ક્રિયાપ્રતિક્રિયા સામેલ છે.

55 દેશોના 3000થી વધુ વિદેશી ભારતીય મૂળના શિક્ષણવિદો અને વૈજ્ઞાનિકો અને 10,000થી વધુ નિવાસી શિક્ષણવિદો અને વૈજ્ઞાનિકો આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે.

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિકો સલાહકારની આગેવાનીમાં આશરે 200 શૈક્ષણિક સંસ્થાઓ અને એસ એન્ડ ટી વિભાગ ઓક્ટોબર મહિના દરમિયાન શિખર સંમેલનનું આયોજન કરી રહ્યા છે.

40 દેશોના 1500 થી વધુ પેનલિસ્ટ્સ, 200 અગ્રણી ભારતીય સંશોધન અને વિકાસની શૈક્ષણિક સંસ્થાઓ વર્ચ્યુઅલ રૂપે 18 જુદા જુદા વિસ્તારોમાં અને 200 થી વધુ ચર્ચા-વિચારણા સત્રોમાં 80 વિષયો પર વિચારણા કરશે.

સરદાર પટેલ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર 2020 ના રોજ સમાપન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.