Western Times News

Latest News from Gujarat

હું દુનિયામાં કોઇનાંથી ડરીશ નહીં: રાહુલ ગાંધી

નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના હાથરસમાં એક મહિલા સાથે બનેલી ઘટના બાદ ગુરૂવારે પીડિતના પરિવારના સભ્યોને મળવા માટે હાથરસ જઇ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે અટકાવ્યા અને કસ્ટડીમાં લઇ લીધા આ વખતે રાહુલની સાથે ધક્કામુક્કી પણ થઇ હતી જેમાં તે પડી પણ ગયા હતાં આ ઘટના બાદ રાહુલ ગાંધીએ આજે ટ્‌વીટ કરીને લખ્યું કે હું દુનિયામાં કોઇનાથી ડરીશ નહીં.

રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરી લખ્યું છે કે હું દુનિયામાં કોઇનાથી ડરતો નથી હું કોઇના અન્યાય સામે ઝુકીશ નહીં અસત્યને હું સત્યથી જીતીશ અને અસત્યનો વિરોધ કરતી વખતે હું તમામ વેદના સહન કરી શકું છું ગાંધી જયંતિની શુભકામનાઓ.
આ પહેલા એક ટ્‌વીટમાં યોગી આદિત્યનાથ પર હુમલો કરતા રાહુલે લખ્યું કે દુખના સમયે પ્રિયજનોને એકલા છોડી નથી છોડી શકતા યુપીમાં જદંગલરાજની એવી સ્થિતિ છે કે શોકમાં પરિવારને મળવાથી પણ સરકાર ડરી જાય છે આટલા ડરશો નહીં મુખ્યમંત્રી  રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની ૧૫૧માં જન્મ જયંતી પર તેમને નમન કર્યા હતા ંઆ ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ ગાંધીજીને યાદ કરી તેમને નમન કર્યા હતાં અને અહિંસાના પથ પર ચાલવાનો સંકલ્પ લીધો હતો.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers