Western Times News

Gujarati News

અર્મેનિયા અજરબૈજાનમાં ગોળીબાર તેજ, યુધ્ધ વિરામની સંભાવના લગભગ ખતમ

અજરબૈજાન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રો દ્વારા જેહાદી આતંકવાદીઓના નાગોર્ની કરબાખમાં તહેનાતી વાળા નિવેદન બાદ અર્મેનિયાઇ અને અજરબૈજાને ગોળીબાર તેજ કરી દીધો છે પશ્ચિમ અને માસ્કોએ વિવાદિત નાર્ગોની કારાબાખ ક્ષેત્રમાં લડાઇને રોકવા માટે નવેસરથી પ્રયાસ કર્યા છે પરંતુ સફળતા મળી નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમાર પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એક સંયુકત નિવેદનમાં અપીલ કરી છે કે બંન્ને પક્ષોએ આ ક્ષેત્રીય વિવાદને ઉકેલવા માટે વાતચીત કરવી જાેઇએ અર્મેનિયાઇ વડાપ્રધાન નિકોલસ પશિનાન ને અજરબૈજાન નેતા ઇલ્હામ અલીયેવે વાતચીતની વિનંતી ફગાવી દીધી છે.

જયારે રશિયાએ કહ્યું કે તે સંધર્ષમાં અજરબૈજાનને સાથે આપી તુર્કીની સાથે વાતચીત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ સાવરોવ અને તુર્કીના સમકક્ષ મેવલુત કૈબુસોગ્લુએ પુષ્ટી કરતા કહ્યું કે સ્થિતિ સુધારવા માટે તે એક સાથે કામ કરવા તૈયાર છે. દરમિયાન કારાબાખના એક નાના શહેર માર્ટૂનીમાં અજરબૈજાન દ્વારા કરવામાં આવેલ ભારે ગોળીબારથી ચાર લોકોના મોત થયા જયારે ૧૧ને ઇજા થઇ છે તેમાંથી એક ૫૪ વર્ષીય વૃધ્ધ પોતાના ધરમાં હતાં ત્યારે તેમને ઇજા હતી તેઓ પોતાનું ઘર છોડવા તૈયાર ન હતાં. અજરબૈજાને કરાબાખની નજીક અર્મેનિયાની અંદર બે ગામોમાં ગોળીબાર કર્યો છે.

અર્મેનિયાઇ નાયબ મુખ્યમંત્રી તિગરાન અવિનયને કહ્યું કે અત્યાર સુધી ૧૨૮૦ અજરબૈજાની સૈનિક માર્યા ગયા છે અને ૨૭૦૦ને ઇજા થઇ છે અઝરબૈજાનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો કે તેમના તરફથી અર્મેનિયાઇ સૈનિકો પર ક્રશ આર્ટિલરી સ્ટ્રાઇક કરવામાં આવી એક હેલીકોપ્ટરને ઉડાવવાનો પણ દાવો કર્યો છે.બંન્ને પક્ષો એક બીજા પર અસૈન્ય ક્ષેત્રોમાં હુમલા કરી રહ્યાં છે લડાઇને રોકવા માટે આંતરરાષ્ટ્રીય નેતાઓની અપીલને પણ નજરઅંદાજ કરવામાં આવી રહી છે જયારે પુતિન મૈક્રોન અને ટ્રંપે આ લડાઇને તાકિદે રોકવા અને બંન્ને પક્ષોેથી પરસ્પર વાતચીત કરવાની વિનંતી કરી છે. માસ્કોના નેતૃત્વવાળા પૂર્વ સોવિયત દેશોના સૈન્ય સંગઠનમાં સામેલ યેરેવને તુર્કી પર ઉત્તરી સીરિયા ભાડાના સૈનિકોને મોકલવા અને અજરબૈજાનની સેના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

અરમેનિયાના રાજનેતા નિકોલ પાશિનયાને કહ્યું કે અઝરબૈજાન અને તુર્કી વિદેશી આતંકવાદીઓની મદદથી લડી રહ્યું છે તેમણે કહ્યું કે આ આતંકવાદથી સંયુકત રાજય અમેરિકા ઇરાન રશિયા અને ફ્રાંસને સમાન રીતે ખતરો છે આ પર ફ્રાંસીસ રાષ્ટ્રપતિએ કહ્યું કે રેડ લાઇન ક્રોસ કરી દેવામાં આવી છે જે અસ્વીકાર્ય છે. તુર્કીના રાષ્ટ્રરતિએ બાકુની સેનાને પૂર્ણ સમર્થન કરવાનો સંકેત આપ્યો છે. તુર્કીએ અર્મેનિયાઇ સૈનિકોને કરબખ ખાલી કરવાની અપીલ કરી છે. આર્મેનિયાના ૧૦૪ સૈનિતો અને ૧૩ સિવિલિયનના મોત થઇ ચુકયા છે.

અજરહૈજાનથી કરબથની વસ્તીની જાહેરાત બાદ ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં થયેલ યુધ્ધમાં ૩૦,૦૦૦ લોકોના જીવ ચાલ્યા ગયા હતાં પરંતુ આ હજુ પણ સ્વતંત્ર નથી એકવાર ફરી આર્મિનિયા અને કરબખે માર્શલ લો અને સૈન્ય મોબિલાઇજેશનની જાહેરાત કરી દરમિયાન અજરબૈજાને મોટા શહેરોમાં સૈન્ય શાસન અને કરફયુ લગાવી દીધો ૧૯૯૪માં સંધર્ષ વિરામની સમજૂતિ બાદથી સંધર્ષનો હલ કરવા માટે આ બંન્ને પક્ષોેમાં વાતચીતથી મુદ્દો ઉકેલી શકયા નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.