Western Times News

Gujarati News

હાથરસ ગેંગરેપ: હવે ટીએમસી સાંસદ ડેરેક બ્રાયન સાથે ધક્કામુક્કી

લખનૌ, ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતીની સાથે થયેલ બર્બરતાના મામલામાં વિરોધ પક્ષી પાર્ટીઓ સરકાર પર હુમલા તેજ કરી દીધા છે એક દિવસ પહેલા જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમના બેન પ્રિયંકા ગાંધીએ પીડિતાના પરિવારને મળવા માટે હાથરસ કુચ કરી હતી રસ્તામાં જ તેમની યુપી પોલીસની સાથે ધક્કામુક્કી થઇ હતી જેમાં રાહુલ જમીન પર પડી ગયા હતાં આવી જ એક ઘટના આજે પણ બની હતી. આજે તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયન પીડિતાના પરિવારને મળવા માટે હાથરસ પહોંચ્યા જાે કે પોલીસે તેમને રસ્તામાં જ રોકી લીધા હતાં આ દરમિયાન થયેલ ધક્કા મુક્કીમાં ડેરેક રસ્તામાં જ પડી ગયા હતાં જાે કે ઉઠયા બાદ પોલીસે ફરી તેમને બળપૂર્વક બેરિકેટિંગની બહાર કરી દીધા હતાં.

મળતી માહિતી અનુસાર ટીએમસી તરફથી રાજયસભાના સાંસદ બ્રાયન હાથરસ પહોંચ્યા હતાં તેમની સાથે ટીએમસીના સાંસદ કાકોલી ઘોષણ દસ્તીદાર પ્રતિમા મંડલ અને પૂર્વ સાંસજ મમતા ઠાકુર પણ હાજર હતાં જયારે આ નેતાઓ હાથરસમાં બેરિકેડ પાર કરી તો પોલીસે તેમને રોકયા હતાં તેના પર એક સાંસદે કહ્યું કે તે શાંતિ પૂર્વક રીતે હાથરસ તરફ જઇ રહ્યાં છે જેથી પીડિતાના પરિવારને મળવી શોક પ્રગટ કરી શકે એક સાંસદે કહ્યું કે અમે કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહ્યાં છીએ અને અમારી પાસે કોઇ હથિયાર પણ નથી આમ છતાં અમને કેમ રોકવામાં આવી રહ્યાં છે.

એક સાંસદે યોગી સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે આખરે આ કેવું જંગલરાજ છે જયાં એક સાંસદને એક દુખી પરિવારને મળવા દેવામાં આવતા નથી તેમણે પોલીસને કહ્યું કે આ સમયે તેમનો પક્ષ પીડિતાના પરિવારથી માત્ર ૧.૫ કિલોમીટર દુર છે અને આગળનું સફર તે પગપાળા જ પુરૂ કરશે જાે કે પોલીસ કર્મચારીઓએ ટીએમસી સાંસદોનું સાભળ્યુ નહીં અને તેમને બેરિકેડની બહાર ધકેલી દીધા. એક વીડિયો પણ જારી કરાઇ છે તેમાં ડેરેકને જમીન પર પડતા બતાવવામાં આવ્યા છે. આ ઘટના બાદ ટીએમસી નેતા મમતા ઠાકુરે કહ્યું કે અમે જેવા અંદર ધુસવાનો પ્રયાસ કર્યો તો લેડીઝ પોલીસે અમારા બ્લાઉઝ પરડી રોકયા અમારી સાંસદ પ્રતિમા મંડલ પર લાઠીચાર્જ કર્યો આ ઘટના બાદ ડેરેકને રસ્તા પર જ ધરણા પર બેસવું પડયું ટીએમસીની પ્રતિમા મંડલે કહ્યું કે તેમને હાથરસમાં રેપની કહેવાતી પીડિતાના પરિવારથી મળી શોક પ્રકટ કરવા માટે મમતા બેનર્જીએ મોકલ્યા હતાં અમે અમારી ઓળખ બતાવી પણ અમને પીડિતાના પરિવારને મળવા દેવામાં આવ્યા નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.