Western Times News

Gujarati News

શિયાળો પણ ચોમાસાની જેમ લાંબો અને ઠંડો રહેશે

Files photo

અમદાવાદ: દેશના ઉત્તર ક્ષેત્રના પહાડી અને મેદાની વિસ્તારમાં મૌનસૂનની ઔપચારિક વિદાઈની સાથે શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. આગામી શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડી પડશે. ત્યારે શિયાળો લાંબો હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. હવામાં ઘટતી આદ્રતા, સુકી હવા અને સ્પષ્ટ હવામાનને કારણે સ્પષ્ટ ઠંડીની લહેર શરૂ થઈ જાય છે જે થઈ પણ ગઈ છે. દેશમાં આ વર્ષે કડકડતી ઠંડી પડશે. શિયાળાની સિઝન આ વર્ષે લાંબી રહેશે.

૧૫ ઓક્ટોબરથી તાપમાનમાં ઘટાડો નોંધાશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઉત્તર ક્ષેત્રોમાં ભારે દબાણના કારણે હવાની ગતિ વધી છે. આવનારો શિયાળો ખેતી માટે મહત્વપૂર્ણ રહેશે. આ દરમિયાન ઈન્ડિયન ઈસ્ટિટ્યૂટ ઓફ વ્હીટ એન્ડ બારલે રિસર્ચના ડિરેક્ટર જેપી સિંહે કહ્યું છે કે, જલ્દી શિયાળો ચાલુ થશે અને આ લાંબો શિયાળાની રવિ પાક માટે આ સારો રહેશે. ચોમાસાના સારા વરસાદને કારણે મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની માટીમાં ભેજ છે જેના કારણે ઘઉંનો પાક સારો થઈ શકે છે. રાજ્યમાં થંડર એકટિવીટીના પગલે આગામી દિવસોમાં છુટાછવાયા ઝાપટા કે વરસાદ જરૂર વરસી શકે છે પરંતુ ચોમાસું વિદાય થયું છે.

હાલમાં રાત્રીનું તાપમાન વધુ રહેતું હોવાથી શિયાળાની શરૂઆત એક સપ્તાહ મોડી એટલે કે લગભગ ૮મી ઓક્ટોમ્બર બાદ થશે. ઓક્ટોબરના ચોથા સપ્તાહથી રાત્રીની સાથે દિવસનો પારો પણ નીચેની તરફ સરકવાનું શરુ થશે. મતલબ કે શિયાળાનો પૂર્ણ અહેસાસ થશે. નવેમ્બરમાં મધ્યમ ઠંડી રહેશે અને તાપમાન ૧૨ થી ૧૪ ડિગ્રીની આસપાસ રહશે.

જ્યારે ૧૫ ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે, નલિયા સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૨ થી ૫ ડિગ્રીની આસપાસ રહેશે જે જાન્યુઆરીના બીજા સપ્તાહ સુધી ઠંડીનું જોર રહેશે. ત્યારે માર્ચના ચોથા સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીથી વધુ નીચું રહેવાની સંભાવના છે. આ વર્ષે શિયાળો માર્ચ સુધી લંબાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.