Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા પોલીસ દ્વારા બે ગાડીમાં જતા ત્રણ લાખથી વધુના દારુ સાથે બે પકડાયા

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ની દારૂની હેરાફેરી અટકાવવા તેમજ દારુને લગતા કેસો શોધી કાઢવા સારું કરેલ સૂચના આધારે તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એમ.ચૌહાણ સાહેબ ના માર્ગદર્શન તળે શ્રી ડી.એમ. ચૌહાણ સાહેબ સાથે ખેડબ્રહ્મા પીએસઆઇ શ્રી વીબી પટેલ સાહેબ તથા સ્ટાફના જયદીપભાઇ જીતાભાઈ,  રાજેન્દ્રસિંહ જશવંતસિંહ વીગેરે પેટ્રોલિંગમાં હતા

ત્યારે સંજય સિંહ કેસરીસિંહ ને બાતમી મળેલ કે ખેરોજ તરફથી એક સિલ્વર કલરની hyundai કંપનીની  આઈ-10 ગાડી નંબર જીજે જીરો વન કે એફ 1443 મો વિદેશી દારૂ ભરીને આવી રહી છે એ આધારે મટોડા ખાતે નાકાબંધી કરતો સદર ગાડીને ઉભી રાખવા માટે હાથ કરતો તેના ચાલકે ગાડી ભગાડી રોડની સાઉડમા ઉતારી દેતા અંદર તપાસ કરતિ વિદેશી દારૂની બોટલ નંગ 888 કિંમત 1,47072 રુ.નો મળી આવતા ગાડીની કિંમત બે લાખ તથા મોબાઇલ ની કિંમત 500 રૂપિયા મળી કુલ 3,47,572 રુ. નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મિતેશ ઊર્ફે ઇમરાન કનૈયાલાલ વસાવા ઉમર વર્ષ પચ્ચીસ રહેવાસી ખેડબ્રહ્મામાં પટેલ સોસાયટી વિરુદ્ધ ખેડબ્રહ્મા પીએસઆઇ શ્રી વિ.બી.પટેલ સાહેબે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ફરિયાદ આપી હતી

આ ઉપરાંત અન્ય બાતમી આધારે ખેડબ્રહ્મા પીએસઆઇ શ્રી વી.બી.પટેલ સાહેબ તથા રાકેશભાઈ સુરમાજી, જયદીપભાઇ જીતાભાઈ તથા રાજેન્દ્રસિંહ જસવંતસિહ વિગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે મટોડા ગામે ખેરોજ તરફથી આવી રહેલ સફેદ કલરની મહેન્દ્ર બોલેરો ગાડી નંબર આરજે 18 ua 9546 ને ઉભી રાખી અંદર ચેક કરતો વિદેશી દારૂ બોટલ 1402 કિંમત 1,82,750 રુ.નો મળી આવતા ગાડી ની કિંમત ચાર લાખ તથા મોબાઇલ કિંમત 5000 મળી કુલ 5,87.750 રુ. નો મુદ્દામાલ કબજે કરી શ્રી સત રાકેશભાઈ સુરમાજીએ  આરોપી તેજસકુમાર વિજયભાઈ રાવલ ઉમર વર્ષ પચ્ચીસ રહેવાસી ગોતા વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.  આમ એક જ દિવસમાં બે ગાડીમાં 3,29,822 રુ. નો દારૂ પકડી બે ગાડીઓ તથા મોબાઇલ સાથે કુલ 9.35,322 રુ. નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને જેલ હવાલે કરેલ છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.