Western Times News

Latest News from Gujarat

જમીન વિવાદમાં સાવકા પુત્રએ માતાને ગોળી મારી દીધી

બિહાર, બિહારના કેમૂર જિલ્લામાં એક કળિયુગી પુત્રની હેવાનિયતની ઘટના સામે આવી છે. સાવકા પુત્રએ માતાને ગોળી મારીને ત્યાંથી ભાગી ગયો હતો. ગોળીનો અવાજ સાંભળીને પહોંચલા લોકોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી. મોહનિયા શહેર નિવાસી મુગલી દેવી પોતાના ઘરની બહાર ખુરશી લગાવીને બેઠી હતી. ત્યારે સાવકો પુત્ર આવ્યો અને માતાને ગોળી મારી દીધી હતી અને તમંચો ત્યાં જ છોડીને ફરાર થયો હતો. ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠાં થયા હતા. અને ઘાયલ માતાને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી હતી. જ્યાંર મહિલાની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.

માહિતી મળતા મોહનિયા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મહિલાનું નિવેદન લીધું હતું ડેના આધાર ઉપર સાવકા પુત્રને પકડવા માટે છાપા મારવાના શરુ કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી તમંચો જપ્ત કર્યો હતો. મહિલા અને તેના સાવકા પુત્ર વચ્ચે માત્ર ત્રણ ડિસમિસ જમીનનો વિવાદ ચાલતો હોવાનું બહાર આવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers