Western Times News

Latest News from Gujarat

સર્જરી દરમિયાન બાળકીનુ મોત થતાં ડોક્ટરે આત્મહત્યા કરી લીધી

તિરૂવનંતપુરમ, સર્જરી દરમિયાન એક બાળકીના મોત બાદ સોશ્યલ મીડિયા પર થઈ રહેલી કોમેન્ટોના કારણે એક ડોક્ટરે આત્મહત્યા કરી લીધી છે. કેરાલાના કોલ્લમમાં બનેલી ઘટનામાં ઓર્થોપેડિક સર્જન અને હોસ્પિટલ ચલાવતા 35 વર્ષીય ડોક્ટર અનૂપ કૃષ્ણાએ આત્મહત્યા કરતા પહેલા બાથરૂમની દિવાલ પર સોરી લખ્યુ હતુ. હવે પોલીસે આ ચકચારી મામલાની તપાસ શરૂ કરી છે.

એવુ કહેવાઈ રહ્યુ છે કે, થોડા દિવસ પહેલા સાત વર્ષની બાળકીની તેઓ સર્જરી કરી રહ્યા હતા. તે દરમિયાન મોત નિપજ્યુ હતુ. ડોક્ટરોની ટીમનુ કહેવુ હતુ કે, બાળકીને ઓપરેશન દરમિયાન જ હૃદરય રોગનો હુમલો આવ્યો હતો અને તેનુ મોત થયુ હતુ. બાળકીના પરિવારજનોએ ડોક્ટર સામે બેદરકારીનો કેસ પણ કર્યો છે.

જોકે પોલીસ કહે છે કે, આ સર્જરી સાથે ડોક્ટરની આત્મહત્યાને જોડવાનુ હાલના તબક્કે ઉતાવળ હશે. ડોક્ટરને ધમકીઓ મળી રહી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers