Western Times News

Gujarati News

લોન મોરેટોરિયમ લીધું છે તો સરકાર વ્યાજ ચુકવશે

મુંબઇ, લોકડાઉનમાં લોકોને આર્થિક રીતે રાહત આપવા માટે રિઝર્વ બેંકએ લોનની  EMI ચુકવણી ટાળવાની સુવિધા આપી હતી, ગત માર્ચથી શરૂ થયેલી આ સુવિધા 31 ઓગસ્ટ સુધી એટલે કે કુલ 6 મહિના માટે હતી, 31 ઓગસ્ટ સુધી મોરેટોરિયમનો લાભ લેનારા લોકોને હવે વધુ એક રાહત મળી છે,

જો  તમે કોરોના લોકડાઉનમાં લોન મોરેટોરિયમની સુવિધાનો લાભ લીધો છે તો તમારા એક સારા સમાચાર છે, ખરેખર બેંક લોન મોરેટોરિયમ પર લાગતા ચાર્જની વસુલાત નહીં  કરે.

આ જાણકારી કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને કરી છે, કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં એક સોગંધનામું દાખલ કર્યું છે, કે એમએસએમઇ, એજ્યુકેશન,હોમ,કન્ઝુમર,ઓટો લોન પર લાગું ચક્રવૃધ્ધી વ્યાજને માફ કરવામાં આવશે, તે ઉપરાંત ક્રેડીટ કાર્ડની બાકીની ચુકવણી પર પણ વ્યાજની વસુલાત નહીં કરવામાં આવે, કેન્દ્ર સરકારે પોતાના સોગંધનામામાં કહ્યું કે રોગચાળાની સ્થીતીમાં વ્યાજની રાહતનો ભાર સરકાર વહન કરશે, તે જ એક માત્ર સમાધાન છે.

ખરેખર તો કોરોના સંકટનાં કારણે માર્ચમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું, લોકડાઉનનાં કારણે કામ-ધંધા બંધ રહ્યા હતાં, અસંખ્ય લોકો લોનની ઇએમઆઇ ચુકવવાની સ્થિતીમાં ન હતા, તે જોતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં હુકમ પર બેંકોને માટે 6 મહિનાની રાહત મળી ગઇ, પરંતું સૌથી મોટી સમસ્યા મોરેટોરિયમનાં બદલે લાગનારા વધારાનાં ચાર્જ અંગે હતી.

આ વધારાનો ચાર્જ લોન લેનારા ગ્રાહકો માટે બોજ બનવાનો હતો, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી રાહતનો મતલબ એ થયો કે લોન મોરેટોરિયમનો લાભ લઇ રહેલા લોકોએ હવે વધારાનાં પૈસા આપવા પડશે નહીં એવા ગ્રાહકો માત્ર લોનનું સામાન્ય જ ચુકવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.