Western Times News

Latest News from Gujarat

શાંતિ પ્રસ્તાવ વચ્ચે અર્મેનિયા અને અઝરબૈઝાનનું યુધ્ધ હજુ જારી

નવી દિલ્હી: નવી દિલ્હીઃ નાગોર્નો-કારાબાખ પર કબ્જા અને અધિકાર માટે થઈ રહેલું યુદ્ધને રવિવારે આઠમો દિવસ થયો. બંને તરફથી થઈ રહેલા ઘાતક હુમલાની સ્થિતિનો હજુ કોઈ ઉકેલ આવ્યો નથી. આ સાથે જ વિશ્વના અનેક દેશ શાંતિ પ્રસ્તાવ માટે પણ અપીલ કરી રહ્યા છે. જેના પર હજુ સુધી કોઈ જવાબ બંને દેશો તરફથી આવ્યો નથી. રવિવારે અઝરબૈજાનના બીજા સૌથી મોટા શહેર ગાંજાને ખુબ નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધીમાં યુદ્ધમાં લગભગ ૨૫૦થી ૩૦૦ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. હવે જ્યારે યુદ્ધ આગળ ખેંચાયું છે ત્યારે આ બંને દેશોની સરહદો પર અન્ય દેશ પણ હથિયારોથી લેસ થઈને ઊભા છે. જેને જોઈને એમ લાગે છે કે આ યુદ્ધ હજુ અનેક લોકોના ભોગ લેશે. આ બાજુ તુર્કીઅને પાકિસ્તાન પણ કારણ વગરની યુદ્ધપ્રિયતા માટે મશહૂર છે.

એવા દેશો છેકે જે કોઈ પણ દેશના સાર્વભૌમત્વને બાજૂમાં મૂકીને ત્યાંના આંતરિક મામલાઓમં ટાંગ અડાવ્યા કરે છે. આમ જોવા જઈએ તો ભારતના અઝરબૈજાન અને અર્મેનિયા બંને સાથે સારા સંબંધ છે. આજના નહીં પરંતુ ખુબ જૂના સંબંધ છે. અઝરબૈજાનની જમીન ભારત માટે સાંસ્કૃતિક અને પ્રાચીન ધરોહરની જમીન છે. બંને દેશ એક બીજાની ધાર્મિક માન્યતાઓને મહત્વ આપે છે. જેનું સૌથી સારું અને ઉત્તમ ઉદાહરણ પૂર્વ વિદેશમંત્રી સ્વ.સુષમા સ્વરાજ સંલગ્ન છે. વર્ષ ૨૦૧૮માં પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજ અઝરબૈજાનની રાજધાની બાકૂ પહોંચ્યા હતાં. અહીં તેઓ એક મંદિર સામે હાથ જોડીને પ્રણામની મુદ્રામાં ઊભા હતાં. એક પ્રાચીન મુસ્લિમ દેશની આ જમીનની ખાસિયત એ છે કે અહીં એક મંદિર ચે, જેને આતિશગાહ નામથી ઓળખવામાં આવે છે. આતિશગાહને હિંન્દીમાં જોઈએ તો તે જ્વાળાજી મંદિર જેવો અર્થ ધરાવે છે. આ મંદિરમાં એક શિલાલેખ છે જેના પર લખેલી ઉક્તિઓની શરૂઆત શ્રી ગણેશાય નમઃથી થાય છે.

૨૦૦૭માં અઝરબૈજાનના રાષ્ટ્રપતિના આદેશથી જ આ એક રાષ્ટ્રીય ઐતિહાસિક વાસ્તુશિલ્પીય આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. ભારતના છેલ્લા કેટલાક દિવસોમાં અનેક દેશો સાથે સારા વેપારી સંબંધો થયા છે. હવે આ સમજવા માટે ચીનના બોર્ડર રોડ ઈનિશિએટિવ એટલે કે બીઆરઆઈને સમજીએ. ભારતે પણ અનેક દેશોને સાથે લઈને સુગમ વૈશ્વિક વેપાર માટે એક રૂટનો પ્રસ્તાવ રજુ કર્યો છે. આ રૂટમાં ચાબહાર, રશિયા અને અઝરબૈજાનનો અસ્તારા શહેર સામેલ છે. આ રૂટથી જળ, રેલ અને રસ્તા ત્રણેય માર્ગથી માલ સામાનની અવરજવર અને વેપાર થશે. રેલ પ્રોજેક્ટ પણ ચાલુ છે. આવામાં યુદ્ધની સ્થિતિ ભારત માટે નુકસાનકારક એટલા માટે બને છે કારણ કે તુર્કી અઝરબૈજાન સાથે છે. એટલે કે મોટા પાયે જો ભાગ લેવાની સ્થિતિ આવી તો તુર્કી જ સામે હશે.

આ એક સંકટ હશે. અર્મેનિયા સાથે ભારતના લાંબા ઐતિહાસિક સંબંધ રહ્યા છે. દિલ્હીમાં એક સંગ્રહ નિર્દેશિકા (૧૯૫૬માં પ્રકાશિત) છે જેમાં કહેવાયું છે કે આર્મેનિયન વેપારી-રાજનયિક કાના કે થોમસ માલાબાર રૂટ પર સ્થળ માર્ગથી ૭૮૦ ઈસવીમાં પહોંચ્યા. થોમસ મલમલના વેપારી હતા. તેમણે ચેરા રાજવંશથી એક તામ્રપત્ર પર અંકિત ફરમાન મેળવ્યું. આ બાજુ મુઘલ સમ્રાટ અકબર (૧૫૫૬-૧૬૦૫)એ ૧૬મી સદીમાં આર્મેનિયન લોકોને આગ્રામાં વસવા માટે આમંત્રિત કર્યા હતાં. આ જ રીતે કોલકાતાના સૌથી જૂના અને સૌથી મોટા આર્મેનિયન ચર્ચ, નાસરતનું પવિત્ર ચર્ચા છે જેને ૧૭૦૭માં બનાવવામાં આવ્યું હતું. આઝાદ ભારતમાં પણ સમયાંતરે ભારતીય રાજનયિક પ્રતિનિધિ અને પ્રધાનમંત્રી પોતે આર્મેનિયાની મુલાકાત લેતા રહે છે. આર્મેનિયાના પ્રતિનિધિ પણ દિલ્હી આવતા રહે છે.

હાલમાં જોઈએ તો પીએ મોદીએ આર્મેનિયાના પીએમ નિકોલ પાશ્ચિયાન સાથે ૨૦૧૯માં જ મુલાકાત કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરને લઈને આઝાદી મળી તે સમયથી તણાવ છે. આર્મેનિયા આ મુદ્દે ભારતનું સમર્થન કરે છે. આવામાં રાજનયિક રીતે ભારત આર્મેનિયાની સાથે પણ છે. હવે વ્યુહાત્મક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ જે પણ ભયાનક સ્થિતિ ઊભી થઈ છે તે તુર્કીના કારણે છે. તુર્કીએ યુદ્ધ ભડકાવ્યુ છે. તુર્કી રાષ્ટ્રપતિ અદોર્ગને અઝરબૈજાનનું સમર્થન કર્યું અન કહ્યું કે દરેક રીતે તે અઝરબૈજાનની મદદ કરશે. ખુલ્લેઆમ તુર્કી મુસ્લિમ બહુમતીવાળા અઝરબૈજાન સાથે છે. આ બાજુ આર્મેનિયાને રશિયાનું સમર્થન છે.

તુર્કી સાથે ગૂપચૂપ રીતે પાકિસ્તાન પણ છે. આવામાં આ ઘર્ષણ ખ્રિસ્તિ વિરુદ્ધ મુસ્લિમ બનેલો દેખાય છે. તુર્કી વિરુદ્ધ રશિયા પણ છે. ઘોષિત રીતે જો યુદ્ધ કોઈ સમીકરણો સાથે લડાશે તો ભારતે એ જ આધાર પર પોતાનો પક્ષ સંભાળવો પડશે. જો કે યુદ્ધ અટકી જાય તે વધુ સારું. મહામારીના સમયમાં વિશ્વ માટે આ એક મોટું સંકટ છે જે કદાચ જ આ વિશ્વ ઝીલી શકે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers