Western Times News

Latest News from Gujarat

બળાત્કારીઓને કેવી સજા થવી જાેઈએ ?

Files photo

બળાત્કારની ઘટનાઓથી સામાન્ય નાગરિકોનું લોહી ઉકળી ઉઠે છે : ર૦૧૮ના વર્ષમાં દેશમાં ૩૩૩પ૬ અને ર૦૧૯ના વર્ષમાં ૩ર૦૩૩ બળાત્કારના કેસો નોંધાયા હતા : દેશમાં સૌથી વધુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં બળાત્કારના કેસ નોંધાયા

ભારતના ઈતિહાસમાં સામુહિક બળાત્કારની અનેક જધન્ય ઘટનાઓ ઘટી છે અને દરેક વખતે આરોપીઓને કડક સજા કરવાના વચનો આપવામાં આવે છે. છેલ્લે નિર્ભયાકાંડમાં આરોપીઓને ફાંસીની સજાનો ચુકાદો આપી કોર્ટે દાખલો બેસાડયો છે. પરંતુ બળાત્કારની ઘટનાઓ અટકી નથી ગુનાહિત માનસ ધરાવતા શખ્સોનું માનસ પરિવર્તન કેવી રીતે કરવું તે વિષય સામાજીક વ્યવસ્થા માટે ખુબ જ કપરો સાબિત થઈ રહયો છે. આવી ઘટનાઓમાં જે તે સરકારોને જવાબદાર ગણી રાજકારણ રમવુ તે પણ પરિસ્થિતિને યોગ્ય નથી. આવા કિસ્સાઓમાં આરોપીઓને કઈ અને કેવી સજા થવી જાેઈએ તે પ્રશ્ન સામાન્ય નાગરિકોમાં ચર્ચાઈ રહયો છે. બળાત્કારની ઘટનાના સમાચાર મળતા જ નાગરિકોનું લોહી ઉકળી ઉઠે છે.

નિર્ભયાકાંડ બાદ ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી ચોંકાવનારી ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહયા છે જાેકે હવે તેમાં રાજકારણ ભળતા આ મુદ્દો હાલ પુરતો ઉગ્ર બન્યો છે પરંતુ આ કિસ્સામાં આરોપીઓ પકડાઈ ગયા છે તેથી તમામની નજર કોર્ટની કાર્યવાહી પર મંડાયેલી છે.

ભારત દેશમાં ઘરેલુ હિંસા સહિત મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે તમામ સરકારોએ આવી ઘટનાઓ અટકાવવા માટે કાયદાઓ વધુને વધુ કડક કર્યાં છે પરંતુ લોકોની માનસિકતા નહીં બદલાતા કેસોની સંખ્યા વધી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે દેશમાં બળાત્કારની ઘટનાઓ પણ સતત વધી રહી છે. નિર્ભયાકાંડ વખતે લોકો સ્વયંભૂ રીતે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કેન્દ્ર સરકાર સામે ઉગ્ર દેખાવો કર્યાં હતાં આ દેખાવો સ્વયંભૂ હતાં
જેનાથી દેશભરમાં દેશની બેટી માટે પ્રાર્થના સભાઓ યોજાઈ હતી નિર્ભયાકાંડ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી હતી અને ફાસ્ટટ્રેક કોર્ટ બનાવી આ કેસને ચલાવવામાં આવ્યો હતો. નિર્ભયાકાંડ બાદ ફરી એક વખત ઉત્તરપ્રદેશના હાથરસમાં એક યુવતિ પર સામુહિક બળાત્કારની ઘટના ઘટી છે અને તેમાં પણ પીડિતાનું મૃત્યુ નીપજતાં હવે લોકોમાં આક્રોશ જાેવા મળી રહયો છે. નિર્ભયાકાંડની જેમ જ આરોપીઓએ હાથરસમાં પણ પીડિતા પર બર્બરતા પૂર્વક સિતમ ગુજાર્યો હતો જેનાથી સમગ્ર ઉતરપ્રદેશ સહિત દેશભરમાં લોકો આરોપીઓ સામે સોશીયલ મીડિયામાં માત્રને માત્ર તાત્કાલિક અસરથી ફાંસીની સજા આપતા મેસેજાે કરી રહયા છે.

ભારત દેશમાં સ્ત્રી સંબંધિત ગુનાઓની સંખ્યામાં વધારો થઈ રહયો છે ૧૯૭રમાં મથુરા રેપ કેસ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના દેસાઈગંજ પોલીસ સ્ટેશનમાં જ બે પોલીસ જવાનોએ એક યુવતિ પર બળાત્કાર ગુજાર્યો હતો આ સમયે ભારે ઉહાપોહ થયો હતો. દેશમાં સતત બળાત્કારની ઘટનાઓમાં વધારો થતાં સજાની જાેગવાઈઓ પણ કડક કરવામાં આવી છે. નેશનલ ક્રાઈમ બ્યુરોના રેકોર્ડના આંકડા જાેઈએ તો ખુબ જ ચોંકાવનારા છે. ર૦૧૮ના વર્ષમાં સમગ્ર દેશમાં ૩૩૩પ૬ બળાત્કારની ફરિયાદો નોંધાઈ હતી જેમાંથી ર૭ ટકા કિસ્સાઓમાં સગીર વયની બાળાઓ ભોગ બની છે. કેટલાક કિસ્સાઓમાં તપાસ હજુ પણ ચાલી રહી છે. ર૦૧૮ના વર્ષમાં સૌથી વધુ બળાત્કારના કેસ મધ્યપ્રદેશમાં નોંધાયા હતાં જયારે બીજા નંબરે રાજસ્થાન છે. મેટ્રો સીટીની વાત કરીએ તો સૌથી વધુ બળાત્કારની ઘટના દિલ્હીમાં નોંધાઈ છે.

દેશમાં બળાત્કારની પ્રત્યેક ઘટનાના સમાચાર વહેતા થાય છે ત્યારે આ મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બને છે નિર્ભયાકાંડ બાદ લોકો ભુલી ગયા હતા કે આવી કોઈ ઘટના ઘટી હતી પરંતુ હાથરસની ઘટનાએ લોકોની યાદદાસ્ત તાજી કરાવી દીધી છે. હાલમાં સોશીયલ મીડિયા પર દેશમાં બનતી રેપ ઘટનાઓ વિશે માહિતી મેળવતા યુઝર્સોની સંખ્યા ખુબ જ વધી ગઈ છે. એનસીઆરબીના રેકોર્ડ મુજબ ર૦૧૯ના વર્ષમાં સ્ત્રી સંબંધિત કુલ ૪૦પ૮૬૧ કેસો નોંધાયા હતાં જે ર૦૧૮ના વર્ષ કરતાં ૭.૩ ટકા વધારે છે. ર૦૧૯ના વર્ષમાં બળાત્કારની કુલ ૩ર૦૩૩ ઘટનાઓ ઘટી હતી આ આંકડા જાેઈએ તો દેશમાં દર ૧૬ મિનિટે બળાત્કારની એક ફરિયાદ નોંધાય છે. ર૦૧૯ના વર્ષમાં સૌથી વધુ બળાત્કારની ઘટનાઓ રાજસ્થાનમાં નોંધાઈ હતી જયારે ઉત્તર પ્રદેશનો બીજાે નંબર હતો. રાજસ્થાનમાં કુલ ૬ હજાર કેસો નોંધાયા હતાં જયારે ઉત્તર પ્રદેશમાં ૩૦૬પ કેસો નોંધાયા હતાં. દેશમાં સરેરાશ જાેઈએ તો રોજ ૮૮ કેસો બળાત્કારના નોંધાય છે.

ભારત દેશમાં બળાત્કારની ઘટનાઓથી સરકારો પણ હચમચી જતી હોય છે સોશીયલ મીડિયાના કારણે આજે દેશભરમાં લોકો આરોપીઓ પ્રત્યે ફિટકારની લાગણી વરસાવી રહયા છે. આ માટે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે અને ઉત્તરપ્રદેશની યોગી સરકારને જવાબદાર ઠેરવી કોંગ્રેસ દ્વારા દેશભરમાં આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવી રહયા છે. પરંતુ નાગરિકોમાં એક પ્રશ્ન ચર્ચાઈ રહયો છે કે શું આમ કરવાથી પીડિતાના પરિવારને ન્યાય મળશે ખરો ? દેશમાં બળાત્કારની આવી જધન્ય ઘટનાઓ બહાર આવે છે

ત્યારે રોષિત નાગરિકો સ્વયંભૂ રીતે રસ્તા પર ઉતરી આવતા હોય છે હાથરસની ઘટનામાં પણ આવુ જ કંઈક બની રહયું હતું જેના પગલે યુપી સરકારે ડેમેજ કંટ્રોલ સીસ્ટમ ઉભી કરી દીધી છે. જાેકે પોલીસે પીડિતાના મૃતદેહને પરિવારને નહીં સોંપીને બહુ મોટી ભુલ કરી છે તેવું લોકોમાં ચર્ચાઈ રહયું છે. પીડિતાના બારોબાર અગ્નિસંસ્કાર કરી દેવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહયા છે એટલું જ નહી પરંતુ પીડિતાના ગામમાં કિલ્લેબંધી કરી કોઈને પણ પ્રવેશવા દેવામાં આવતા નથી.

હાથરસની ઘટના એ ગુનાહિત માનસ ધરાવતા વ્યક્તિઓનું કારસ્તાન છે ભારત દેશમાં આઝાદી પછી શૈક્ષણિક પ્રવૃતિનો વિકાસ થઈ રહયો છે તેમ છતાં હજુ પણ કેટલાક રાજયોના અંતરિયાળ વિસ્તારોમાં લોકો શિક્ષણથી વંચિત છે આ પરિસ્થિતિમાં લોકોની માનસિકતા હજુ પણ બદલાઈ નથી. સાથે સાથે કેટલાક બાહુબલીઓ પણ હજુ ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ જેવા રાજયોમાં પોતાની હકુમત ચલાવી રહયા છે આ બાહુબલીઓને ત્યાં કામ કરતા તમામ શખ્સો ગુનાખોરી આચરતા હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઈ રહયું છે.

ભારત દેશમાં તમામ ક્ષેત્રે વિકાસની ઉજળી તકો છે અને આજે ભારત દેશ ખુબ જ ઝડપથી પ્રગતિ કરી રહયો છે. નિર્ભયાકાંડ વખતે વિશ્વભરના દેશો સમક્ષ ભારતની છબી ખરડાઈ હતી અને લોકો ભારત આવતા ડરવા લાગ્યા હતાં ત્યારબાદ હવે હાથરસની ઘટનામાં પણ આવું જ વાતાવરણ જાેવા મળી રહયું છે. આવા જધન્ય કાંડમાં સોશીયલ મીડિયા ઉપર પણ થોડો સંયમ રાખવો જાેઈએ તે જરૂરી છે.
ભારત દેશ સહિત વિશ્વના અનેક દેશો હાલમાં કોરોનાના કપરા કાળમાંથી પસાર થઈ રહયા છે કેટલાક દેશોમાં લોકડાઉન હજુ પણ ચાલુ છે તો કેટલાક દેશોમાં આંશિક છુટછાટો આપવામાં આવી છે. ભારત દેશમાં લોકડાઉન બાદ અનલોકની જાહેરાત કરવામાં આવી છે અને વ્યાપક પ્રમાણમાં છુટછાટો આપી દેવામાં આવી છે. કોરોનાના કપરા કાળ દરમિયાન લોકડાઉન લાદવામાં આવ્યું હતું

પરંતુ લોકડાઉનમાં છેલ્લા ૧૦ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ઘરેલુ હિંસાના કેસો નોંધાયા હતાં જે ચિંતાજનક બાબત છે આ મુદ્દે કેટલાક સ્વૈચ્છિક સંગઠનો કામગીરી કરી રહયા છે કેટલાક કિસ્સાઓમાં સરકારની એજન્સીઓ દ્વારા તુટતા પરિવારને બચાવી લેવામાં આવ્યો હતો કોરોના કાળમાં અનેક લોકોની માનસિકતા બદલાઈ ગઈ હતી પરંતુ અનલોક દરમિયાન હાથરસમાં બનેલી ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. યુપીમાં હાથરસ બાદ પણ વધુ એક બળાત્કારની ઘટના ઘટી છે અને તેમાં પણ પીડિતાનું મૃત્યુ નીપજયું છે સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ આવી જ જધન્ય ઘટનાઓ ઘટી છે. હાથરસની ઘટનામાં તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.

યુપી સરકારે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવું સ્પષ્ટપણે જણાવ્યું છે અને સીટની રચના પણ કરી દીધી છે ત્યારે હવે કોર્ટમાં આ કેસ ચાલશે ત્યારે શું ચુકાદો આવે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. પરંતુ હાલમાં સૌ કોઈના મગજમાં એક જ પ્રશ્ન છે કે આરોપીઓને કેવી સજા થવી જાેઈએ?

Copyright © All rights reserved. | Developed by Aneri Developers