Western Times News

Gujarati News

PFIના ચાર સંદિગ્ધોની યુપી પોલીસે ધરપકડ કરી

મથુરા: હાથરસ કેસને હાથો બનાવીને ઉત્તર પ્રદેશમાં જાતીય અને સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના ષડયંત્રમાં સામેલ ચાર લોકોની મથુરા પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા લોકોને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સાથે સંબંધ હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે ચારેય યુવકો દિલ્હીથી હાથરસ જઈ રહ્યા હતાં

જેમને ટોલ પ્લાઝા પર વાહનોના ચેકિંગ દરમિયાન પકડવામાં આવ્યા. ધરપકડ કરાયેલા યુવકોની ઓળખ મુઝફ્ફરનગરના નગલાના રહીશ અતીશ ઉર રહેમાન, મલ્લપુરમ નિવાસી સિદ્દીકી, બહરાઈચ જિલ્લાના ઝરવલના રહિશ મસૂદ અહેમદ અને રામપુર જિલ્લાના આલમ તરીકે થઈ છે. પોલીસે આ યુવકો પાસેથી મોબાઈલ, લેપટોપ અને સંદિગ્ધ સાહિત્ય (શાંતિ વ્યવસ્થા પર પ્રતિકૂળ પ્રભાવ નાખનારા) જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં એ વાત સામે આવી છે કે તેમનો સંબંધ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા તથા તેના સહસંગઠન કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સાથે છે. ત્યારબાદ ચારેય વિરુદ્ધ માંટ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી થઈ રહી છે.

એડીજી કાયદો વ્યવસ્થા પ્રશાંતકુમારે જણાવ્યું કે પોલીસને એવી સૂચના મળી હતી કે કેટલાક સંદિગ્ધ વ્યક્તિઓ દિલ્હીથી હાથરસ તરફ જઈ રહ્યા છે. ત્યારબાદ સોમવારે મથુરાના માંટ ટોલ પ્લાઝા પર સંદિગ્ધ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું. આ દરમિયાન એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી (ડીએલ ૦૧ ઝેડસી ૧૨૦૩)ને રોકવામાં આવી અને ગાડીમાં સવાર ચાર યુવકોની પૂછપરછ કરવામાં આવી. પૂછપરછમાં આ યુવકોનો સંબંધ પીએફઆઈ અને તેના સહયોગી સંગઠન સીએફઆઈ સાથે સંબંધ હોવાની માહિતી મળી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.