Western Times News

Gujarati News

દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સને ૫૯ રન હરાવ્યું

દુબઈ: માર્કસ સ્ટોઈનિસની અર્ધ સદી, પૃથ્વી શૉના ૪૨ રન બાદ કગિસો રબાડાની તરખાટ મચાવતી બોલિંગના દમ પર દિલ્હી કેપિટલ્સે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૫૯ રનના મોટા અંતરથી હરાવી દીધું. આઈપીએલ ૧૩ની ૧૯મી મેચમાં દિલ્હીએ આરસીબીને ૧૯૭ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો જેની સામે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૯ વિકેટ ગુમાવી ફક્ત ૧૩૭ રન બનાવી શકી હતી. દિલ્હી તરફથી કગિસો રબાડાએ સૌથી વધુ ૪ વિકેટો લીધી અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. ૧૯૭ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આરસીબીએ ત્રીજી ઓવરમાં દેવદત્ત પડીક્કલ(૪)ની વિકેટથી જ આરસીબીનો રકાસ શરૂ થઈ ગયો હતો.

અહીંથી ટીમ ક્યારેય મેચમાં ક્યારેય પરત ફરી શકી નહોતી. નિયમિત અંતરે વિકેટો અને વધતા જતા રનરેટના પ્રેશર વચ્ચે આરસીબીના બેટ્‌સમેનો સંઘર્ષ કરતા દેખાયા અને ૨૦ ઓવરના અંતે ફક્ત ૧૩૭ રન જ બનાવી શક્યા. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીત્યા બાદ દિલ્હીને પ્રથમ બેટિંગમાં ઉતારવાનો ર્નિણય લીધો હતો. દિલ્હીના ઓપનર્સે કોહલીના આ ર્નિણયને ખોટો પાડ્યો હતો અને પ્રથમ વિકેટ માટે ૬૮ રનની ભાગીદારી નોંધાવી હતી.

શૉએ ૨૩ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ સિક્સની મદદથી ૪૨ જ્યારે ધવને ૨૮ બોલમાં ૩૨ રનની ઈનિંગ રમી હતી. પ્રથમ વિકેટના રૂપમાં શૉના આઉટ થયા બાદ બેટિંગમાં આવેલો કેપ્ટન શ્રેયસ અય્યર આ શાનદાર સ્ટાર્ટનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. બાઉન્ડ્રી પર દેવદત્ત પડીક્કલે તેનો શાનદાર કેચ લપક્યો હતો. તે માત્ર ૧૧ રન બનાવી આઉટ થયો. ધવન અને અય્યરના આઉટ થયા બાદ બેટિંગમાં આવેલા રિષભ પંત અને માર્કસ સ્ટોઈનિસે જબદસ્ત બેટિંગ કરતા ચોથી વિકેટ માટે ૮૯ રનની ભાગીદારી નોંધાવી હતી. રિષભ પંતે ૨૫ બોલમાં ૩ ચોગ્ગા અને ૨ સિક્સની મદદ ૩૭ રન બનાવ્યા હતા જ્યારે સ્ટોઈનિસે ૨૬ બોલમાં ૬ ચોગ્ગા અને ૨ સિક્સ સાથે અણનમ ૫૩ રન બનાવ્યા હતા. દિલ્હીએ અંતિમ ૯.૩ ઓવરમાં ૧૦૬ રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજ સૌથી સફળ બોલર રહ્યો અને તેણે ૨ વિકેટ લીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.