Western Times News

Gujarati News

ફિઝિક્સનું નોબેલ પેનરોઝ, ગેંગેલ અને એન્ડ્રીઆ ગેજને

સ્ટોકહોમ: વર્ષ ૨૦૨૦ માટે ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર)નો નોબલ પુરસ્કાર રોજર પેનરોઝને રેઈનહાર્ડ ગેંઝેલ અને આન્દ્રે ગેઝ સાથે મળીને સંયુક્ત રીતે આપવાની ઘોષણા કરવામાં આવી છે. ઇતિહાસના નાના નાના કણોથી માંડીને અવકાશના રહસ્યો સુધીની દરેક વસ્તુ શોધવા માટે વૈજ્ઞાનિકોને ભૌતિકશાસ્ત્રનું નોબેલ એનાયત કરવામાં આવ્યું છે. રોજર પેનરોઝે જણાવ્યું હતું કે જનરલ થિયરી ઓફ રિલેટિવિટીની બ્લેક હોલ ફોર્મેશન દ્વારા આગાહી કરી શકાય છે. તો વળી, રેનહાર્ટ અને એન્ડ્રીયાએ આપમી ગેલેક્સીના મધ્યમાં સુપરમેસીવ કોમ્પેક્ટ ઓબ્જેક્ટની શોધ કરી છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સિસના સેક્રેટરી જનરલ હોરન હેન્સન દ્વારા આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડમાં ગોલ્ડ મેડલ સાથે ૧.૧ મિલિયન ડોલરથી વધુનું રોકડ ઇનામ અપાય છે. આ એવોર્ડ સ્વીડિશ શોધક આલ્ફ્રેડ નોબેલના નામે આપવામાં આવે છે.

ગયા વર્ષનો એવોર્ડ કેનેડામાં જન્મેલા કોસ્મોલોજિસ્ટ જેમ્સ પીબલ્સને બિગ બેંગ બાદ તેમના થિયરટિકલ કાર્ય માટે આપવામાં આવ્યો હતો. તેમની સાથે સ્વિસ ખગોળશાસ્ત્રી મિશેલ મેયર અને ડિડીઅર ક્યુલોઝ પણ આપણી સૌર સિસ્ટમની બહારના ગ્રહની શોધખોળ કરવા બદલ પુરસ્કાર અપાયા હતા. આ વર્ષે, કોરોના વાયરસને કારણે વધુ લોકો સમારોહમાં ભાગ લઈ શક્યા ન હતા. સોમવારે હાર્વે એલ્ટર, માઈકલ હ્યુટન અને ચાર્લ્સ રાઇસને મેડિસિનનું નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

આ વૈજ્ઞાનિકોને હિપેટાઇટિસ સી વાયરસની શોધ માટે પુરસ્કાર અપાયો છે. ઓલ્ટોર અને ચાર્લેસા રાઇસ યુનાઇટેડ સ્ટેટ્‌સના છે, જ્યારે માઇકલ હ્યુટન યુકેના રહેવાસી છે. નોબલ પુરસ્કાર આપતી સંસ્થાના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયે રસાયણશાસ્ત્ર, સાહિત્ય અને શાંતિ ક્ષેત્રે નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે. તે જ સમયે, અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત આવતા સોમવારે કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડડા ટ્રમ્પ શાંતિ માટેના નોબલ પુરસ્કારોની દોડમાં છે. તેમને ઇઝરાઇલ અને યુએઈ વચ્ચે શાંતિ કરાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.