Western Times News

Gujarati News

સી પ્લેનની મુસાફરીનું ભાડું ૪૮૦૦ રૂપિયા

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની જવા દરિયાઇ વિમાન ઉડવાનું સપનું સરદાર પટેલની જન્મજયંતી પર સાકાર થશે. પીએમ મોદી ૩૧ ઓક્ટોબરે અમદાવાદ આવશે અને સી-પ્લેન સેવા શરૂ કરશે. રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન માટે હાલમાં ફ્લોટિંગ જેટીનું કામ ચાલી રહ્યું છે, જે ૨૦ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

મોદી સૌ પ્રથમ અમદાવાદથી કેવડિયા જશે, આ માટે ૨૦ ઓક્ટોબરની આસપાસ, બે સી-પ્લેન વિદેશી પાઇલટ્‌સ અને ક્રૂ સભ્યો કેનેડાથી પહોંચશે. જે દૈનિક ચાર ફ્લાઇટ ઉડાન ભરશે. ધીરે ધીરે, તેનું શેડ્યૂલ નક્કી કરવામાં આવશે. સી-પ્લેન સેવાના ઉદ્‌ઘાટન પછી, કેવડિયા જવા ઇચ્છતા લોકો આ સેવાનો ઉપયોગ કરી શકશે. ટિકિટનું ભાડુ ૪૮૦૦ રૂપિયા નક્કી કરાયું છે.

૨૦ ઓક્ટોબર સુધીમાં, ૧૮ સીટરનાં બે વિમાનો કેનેડાથી અમદાવાદ રવાના કરવામાં આવશે. સ્પાઇસ જેટ દ્વારા સંચાલિત બે ફ્લાઇટમાં બે વિદેશી પાઇલટ અને ક્રૂના બે સભ્યો પણ આવશે, જે ગુજરાતમાં છ મહિના રોકાશે અને અહીં પાઇલટને તાલીમ આપશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.