Western Times News

Gujarati News

બાયડના લિસ્ટેડ બુટલેગર મોયાને એલસીબી પોલીસે દબોચી લઈ પાસા હેઠળ જેલમાં મોકલી આપ્યો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત આગમન પછી જીલ્લામાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ કરનાર અને અસામાજીક પ્રવૃતિઓ કરનાર બુટલેગરો અને અસામાજીક તત્વો સામે શખ્ત કાર્યવાહીના પોલીસતંત્રને આદેશ આપતા જીલ્લામાં પોલીસતંત્રે બુટલેગરો ,વરલી-મટકાના અને જુગારના સ્ટેન્ડ ચલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરાતા બુટલેગરો અને અસામાજીક તત્ત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે

અરવલ્લી જિલ્લામાં જુગાર – પ્રોહીબિશનની પ્રવૃત્તિ આચરતાં શખ્સો તથા અસામાજિક તત્વોની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા સારૂં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના આદેશ અનુસાર પોલીસે બાયડના નામચીન  બુટલેગર મોયા સલાટ સામે પાસા હેઠળ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટે મોયા સલાટ સામે પાસા હેઠળ વોરંટ ઇસ્યુ કર્યું હતું. જેથી અરવલ્લી એલસીબી પોલીસે રવી ઉર્ફે મોયો મોહનભાઇ મારવાડીની પાસા હેઠળ અટકાયત કરી સુરતની લાજપોર જેલ હવાલે કરી દીધા છે.જીલ્લા પોલીસતંત્રની કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે

બાયડના રેલવે ફાટક નજીક વર્ષોથી વિદેશી દારૂનો અડ્ડો ધરાવતો મોયો બુટલેગર સ્થાનિક અને જીલ્લા પોલીસતંત્રના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના છુપા આશીર્વાદથી માથાભારે બુટલેગર બની ગયો હતો

કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ મોયા બુટલેગરને સલામ પણ મારવા પહોંચતા હોવાની અને રાજકીય અગ્રણીઓ સાથે ઘરાબો ધરાવતો હોવાની બૂમો ઉઠી હતી.

ત્યારે અરવલ્લી જિલ્લામાં જુગાર – પ્રોહિબીશનની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા શખ્સો તથા ગુનાહીત ઇતિહાસ ધરાવતા ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા સારૂ જિલ્લા પોલીસવડા સંજય ખરાતે  આપેલ સુચના મુજબ એલસીબીના પીઆઇ આર કે પરમારના માર્ગદર્શન હેઠળ તેમની ટીમના પોલીસ કર્મીઓએ બાયડના લિસ્ટેડ બુટલેગર  રવિ મોહનભાઇ ઉર્ફે મોયો મારવાડી (સલાટ)ના ગુનાની વિગતો એકત્ર કરી બુટલેગરની પાસા દરમિયાન તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી

ત્યારે મેજિસ્ટ્રેટ અમૃતેશ ઔરંગાબાદકરે  બુટલેગરનો ગુનાહીત ઇતિહાસ ધ્યાને લઇ તેની પાસા હેઠળ અટકાયતનું વોરંટ ઇસ્યુ કર્યું હતું.

જે વોરંટ મેળવી એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમે બુટલેગર રવિ મોહનભાઇ ઉર્ફે મોયો મારવાડી (સલાટ)ને પકડી પાડી સુરતની લાજપોર જેલ ખાતે મોકલી આપ્યો હતો.   દિલીપ પુરોહિત.   બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.