Western Times News

Gujarati News

માણાવદર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ ચશ્મા વિહોણા ગાંધીજીને સ્વ ખર્ચે ચશ્મા પહેરાવ્યા

પોલીસ એ પ્રજાનો મિત્ર છે તેમનામાં પણ સંવેદના હોય છે. લોકો પ્રત્યે પ્રેમ અને ઉદાર ભાવના હોય છે. આજે રાજકારણીઓએ પોલીસને બુઠા હથિયાર જેવી બનાવી તેમના સ્વતંત્ર વિચારો અને કામગીરીમાં દખલ ઊભી કરી તેમનું મનોબળ તોડી પાડયું છે. અને પોલીસને પોતાના ઇશારે નાચતી કરી દઇ દેશમાં કાનૂન વ્યવસ્થા પર અસર ઊભી કરી છે.

ત્યારે પોલીસ ની સંવેદના – રાષ્ટ્રભાવના ના દર્શન અને મદદ વગેરેપણ લૉકોની સામે આવતી દેખાય છે. માણાવદર માં આવો જ પોલીસ પ્રેમ જોવા મળ્યો હતો 2 જી ઓકટોબર ગાંધી જયંતી નિમિત્તે જયારે સામાજીક સંસ્થા ગાંધીજીને સ્મરણાંજલી  આપી રહયા હતા ત્યારે ગાંધીજીની આંખો ઉપરના ચશ્મા અર્દશ્ય હતા એવા અહેવાલ અખબારોમાં પ્રગટ થયા

ત્યારે તે વાંચીને માણાવદર પોલીસ સ્ટેશન માં એલ. આઇ.બી. શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી શૈલેષભાઇ લખમણભાઇ કરંગીયા એ તાકીદથી પોતાના સ્વ ખર્ચે ગાંધીજી માટે નવા ચશ્મા ખરીદ કરીને વ્યથિત હદયે બાપુની આંખો પર પહેરાવ્યા હતા. જે કામ નગરપાલિકા એ કરવું જોઇએ એ કામ પોલીસે કરી માનવતાનું તથા રાષ્ટ્રવાદ, ભકિતવાદ અને ગાંધીજી પ્રત્યેની સાચી શ્રધ્ધા નું ઉદાહરણ પૂરૂ પાડયું છે.

તસ્વીર – અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.