Western Times News

Gujarati News

હાથરસ કાંડ : 100 કરોડ રૂપિયાના વિદેશી ફંડિંગનો દાવો: મોરિશિયસથી 50 કરોડ આવ્યા : સૂત્ર

લખનઉઃ હાથરસ કાંડના બહાને ઉત્તર પ્રદેશને તોફાનો (Riots)માં ધકેલવાના કાવતરામાં તપાસ એજન્સીઓને મોટો પુરાવો હાથ લાગ્યો છે. તપાસ એજન્સીઓને મળેલા પુરાવાથી એ વાતનો ખુલાસો થાય છે કે ઉત્તર પ્રદેશમાં તોફાનો કરાવવા માટે દેશ-વિદેશથી 100 કરોડ રૂપિયાથી વધુ ફંડિંગ થયું. સૂત્રો મુજબ, માત્ર મોરિશિયસથી 50 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા.

હવે હાથરસ કેસ સાથે જોડાયેલા તમામ મામલાઓને સીબીઆઈ (CBI)ને હેન્ડઓવર કરવામાં આવશે. નોંધનીય છે કે હાથરસ કાંડના બહાને તોફાનો ફેલાવવાના કાવતરામાં ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ, હાથરસ સહિત અનેક પોલીસ સ્ટેશનોમાં ડઝનથી પણ વધી એફઆઈઆર નોંધાઈ છે.

નોંધનીય છે કે, હાથરસ કાંડમાં પહેલા એસઆઇટી અને પછી સીબીઆઈ તપાસની ભલામણ બાદ આ મામલામાં ઈડી (ED)ની પણ એન્ટ્રી થઈ ગઈ છે. હાથરસને લઈ બનાવવામાં આવેલી વેબસાઇટ ‘જસ્ટિસ ફોર હાથરસ વિક્ટિમ’ (Justice for Hathras Victim)ની તપાસ ઈડી કરશે. મૂળે, તપાસ એજન્સીઓને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિતાને ન્યાય અપાવવાના નામે રાતો રાત એક વેબસાઇટ બનાવવામાં આવી. તેના માધ્યમથી ઉત્તર પ્રદેશમાં જાતીય તોફાનો ફેલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આ વેબસાઇટના માધ્યમથી ઇસ્લામિક દેશોથી ફંડિંગ પણ કરવામાં આવ્યું. હવે વેબસાઇટના માધ્યમથી જે ખાતાઓમાં નાણા આવ્યા છે, તેની તપાસ ઇડી કરશે. આ વેબસાઇટ પ્લેટફોર્મ કોર્ડ ડૉટ કૉમ પર બનાવવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.