Western Times News

Gujarati News

ભારતમાં પાંચ વર્ષમાં 10 લાખ કરોડના મોબાઈલ બનશે

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે મંગળવારે સ્વદેશી તેમજ વિદેશી કંપનીઓના મોબાઈલ મેન્યુફેક્ચરિંગના 16 પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે.જેના થકી દેશમાં 11000 કરોડ રુપિયાનુ રોકાણ કરશે. ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવાની સરકારની સ્કીમ હેઠળ ભારતને મોબાઈલ મેન્યુફેક્ચરિંગનુ વૈશ્વિક હબ બનાવવાની યોજના પર સરકાર આગળ વધી રહી છે.આ યોજના હેઠળ રોકાણ કરનાર કંપનીઓ આગામી પાંચ વર્ષમાં 10 લાખ કરોડ રુપિયાના મોબાઈલ બનાવશે.જેમાં એપલના આઈફોનનો, સેમસંગનો પણ સમાવેશ થાય છે.

ભારતની કંપનીઓની વાત કરવામાં આવે તો લાવા,માઈક્રોમેક્સ, યુટીએલ, ઓપ્ટિમસ જેવી કંપનીઓ પણ પ્રસ્તાવ મુકવામાં સામેલ છે.સરકારના કહેવા પ્રમાણે આ પ્રસ્તાવો એક વખત અમલમાં મુકાશે એટલે તેના કારણે બે લાખ લોકોને રોજગારી મળશે.જ્યારે આડકતરી રીતે તેના કરતા ત્રણ ગણી રોજગારીનુ સર્જન થશે. સરકારની આ યોજના હેઠળ મોબાઈલના ઉત્પાદન પર પાંચ વર્ષ માટે પાંચ થી છ ટકા રકમની સહાય સરકાર કરશે.સરકારનુ માનવુ છે કે, તેનાથી મોટી સંખ્યામાં નવી નોકરીઓ પેદા થશે તેમજ મેક ઈન ઈન્ડિયા તથા ડિજિટલ ઈન્ડિયા જેવી સ્કીમોને પણ વેગ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.