Western Times News

Gujarati News

જીનોમ એડિટિંગ માટે ઇમૈન્યુએલ કારપેંટિયર અને જેનિફર ડૂડનાને કેમેસ્ટ્રીનું નોબેલ એનાયત

સ્ટૉકહોમ, હાલના દિવસોમાં નોબેલ પુસ્કાર વિજેતાના નામોની ઘોષણા થઇ રહી છે. આ જ કડીમાં આજે કેમેસ્ટ્રીના નોબેલ પ્રાઇઝની ઘોષણા કરવામાં આવી છે. નોબેલ પુરસ્કાર સમિતિએ ઘોષણા કરી છે કે આ વર્ષનું કેમેસ્ટ્રીનું નોબેલ ઇમૈન્યુએલ કારપેંટિયર અને જેનિફર ડૂડનાને આપવામાં આવશે. આ બંનેએ જિનોમ એડિટિંગ માટેની પદ્ધતિ વિકસાવી છે, જે માટે તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવશે.

નોબેલ પુરસ્કાર સમિતિએ જણાવ્યું કે ઇમૈન્યુએલ કારપેંટિયર અને જેનિફર ડૂડનાએ જનીન ટેકનોલોજીના સૌથી ઝડપી ઉપકરણ ક્રિસ્પર/કૈસ9 જેનેટિક સિસરની શોધ કરી છે. આ ટેકનોલોજીએ જીવ વિજ્ઞાન પર એક ક્રાંતિકારી પ્રભાવ પાડ્યો છે.  બંને દ્વારા વિકસિત કરવામાં આવેલી આ ટેકનોલોજીનો ઉપયોગ કકરીને સંશોધકો જાનવરો, છોડ અને સૂક્ષ્મ જીવોના ડીએનએમાં બદલાવ કરી શકે છે. જે એકદમ સટીક હોય છે. આ ટેકનોલોજી કેન્સરની સારવારમાં પણ ઉપયોગી થઇ રહી છે. ઉપરાંત જનની એટલે કે વંશ પરંપરાગત બિમારીઓની સારવારમાં પણ ઉપયોગી છે.

શરીરની અંદરની ક્રિયાઓ અંગે માહિતિ મેળવવા માટે જનીન પર સંશોધન કરવું પડે. પહેલા આ કામ માટે સંશોધકોને ઘણો સમય લાગતો હતો, ઉપરાંત આ કામ ઘણુ મુશ્કેલ અને ક્યારેક તો અશક્ય થઇ જતું. ત્યારે આ નવી ટેકનોલોજીની મદદથી આ કામ એકદમ સરળ થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.