Western Times News

Gujarati News

ટોપ ઓર્ડરમાં બેટ્‌સમેન સારું રમી રહ્યા નથી : બટલર

દુબઈ: શરુઆતમાં રાજસ્થાન રોયલ્સે ટી-૨૦ લીગમાં સતત બે મેચ જીતીને શાનદાર પ્રદર્શન રજુ કર્યુ હતુ. પરંતુ ત્યાર બાદ લગાતાર એક પછી એક ત્રણ મેચમાં હાર નો સામનો કરવો પડ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સ સામે મંગળવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે ૫૭ રનથી મેચને ગુમાવી હતી. જોસ બટલરે ૭૦ રનની પારી રમી હતી, પરંતુ બીજા છેડે થી તેને કોઇ જ સાથ મળ્યો નહી અને છેવટે શરમજનક હાર સહન કરવી પડી હતી. મેચ પછી બટલરે કહ્યુ હતુ કે ટોપ ઓર્ડરમાં બેટ્‌સમેન સારુ નથી રમી રહ્યા,

જેના કારણે જ ટીમને હાર સહન કરવી પડી રહી છે. બટલરે મેચ પુર્ણ થયા બાદ કહ્યુ કે, પાછળની ત્રણેય મેચમાં ટોપ ઓર્ડરના અમારા બેટ્‌સમેન સારુ પ્રદર્શન કરી શક્યા નથી, અમે કેટલાંક તબક્કા પર પાવર પ્લેમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી. ટી-૨૦ લીગમાં આવી પરીસ્થિતીમાં તમે વધુ મેચો જીતી શકતા નથી.

નિશ્વિત રીતે જ પાવર પ્લેમાં આપ ફીલ્ડીગ ની પાબંધીઓનો ફાયદો ઉઠાવી શકો છો. જોકે ખેલાડીના રુપે અમે સારુ પ્રદર્શન કરી શક્યા નથી, પરંતુ ટી-૨૦ ક્રિકેટમાં આવુ બનતુ હોય છે. રાજસ્થાન રોયલ્સ સામે ૧૯૪ રનનુ લક્ષ્ય હતુ. આવામાં જ એક સમયે રાજસ્થાનનો સ્કોર ૧૨ રન પર ત્રણ વિકેટ હતો. બટલરની મોટી ઇનીંગ્સ છતાં પણ રાજસ્થાન ની ટીમ ૧૩૬ રન પર જ સમેટાઇ ગઇ હતી. બટલરે કહ્યુ હતુ,

અમે વિકેટ ગુમાવી, મુંબઇએ જોકે ખરેખર જ એક સારી ઓવરો કરી હતી અને અમે પારી ને સંભાળી શક્યા નહોતા. એક બેટ્‌સમેનના સ્વરુપે જો તમે ઇનીંગ્સની શરુઆતમાં જ જો નબળા પડો છો, અથવા ટોપ ઓર્ડર શરુઆતી બોલીંગનો સારી રીતે સામનો કરી શકતો નથી તો મુશ્કેલ છે. મુંબઇ તરફ થી સુર્યકુમાર યાદવે ૪૭ બોલમાં ૭૯ રન ફટકાર્યા હતા. બટલરે તેના પણ વખાણ કર્યા હતા, અને કહ્યુ તેણે એક સારી રમત રમી હતી.

અમે તેની પર અંકુશ કરી શક્યા નહોતા. તેણે તેની વિકેટનો સારો ઉપયોગ કરી દેખાડ્યો અને તે એક શાનદાર ખેલાડી છે. અમે તેની સામે અમારી રણનિતીને યોગ્ય રીતે અમલ કરી શક્યા નહોતા, જોકે તેનો પુરો શ્રેય મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.