Western Times News

Gujarati News

CNG રિક્ષામાં મુસાફરો ના બદલે બુટલેગરે વિદેશી દારૂની હેરાફેરી શરુ કરી

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે સામાન્ય રીતે મુસાફરોની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી સીએનજી રિક્ષામાં દારૂની હેરાફેરી ચાલુ થતા પોલીસ પણ વિચારતી થઇ ગઈ છે

અરવલ્લી એલસીબી પોલીસે મોડાસા-શામળાજી રોડ પર નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા શામળાજી તરફથી આવતી સીએનજી રિક્ષાના ચાલકે નાકાબંધી જોઈ પુરપાટ ઝડપે દોડાવી મુકતા એલસીબી પોલીસે રીક્ષાનો પીછો કરતા ફિલ્મીદ્ર્શ્યો સર્જાયા હતા રિક્ષાચાલકને લાલપુર નજીકથી દબોચી લઈ રિક્ષામાં સંતાડેલ રૂ.૫૪૦૦/- નો જથ્થો જપ્ત કરી સોનાસણ(જાબ ચિતારીયા) ના રિક્ષાચાલક ક્રિપાલસિંહ રજુસિંહ પરમાર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શામળાજીથી મોડાસા તરફ આવતા વાહનોનું નાકાબંધી કરી સઘન તપાસ હાથધરાતા સીએનજી રિક્ષામાં વિદેશી દારૂની ખેપ મારવા નીકળેલ ક્રિપાલસિંહ નાકાબંધી જોઈ રીક્ષા દોડાવી મુકતા એલસીબી પોલીસે સરકારી જીપમાં પીછો કરી લાલપુર ગામ નજીક રીક્ષા અટકાવી તલાસી લેતા રિક્ષામાં સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૩૦ કીં.રૂ.૫૪૦૦/- તથા સીએનજી રીક્ષા અને મોબાઇલ મળી કુલ રૂ.૮૦૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી સોનાસણ(જાબ ચિતારીયા) ના રિક્ષાચાલક ક્રિપાલસિંહ રજુસિંહ પરમાર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.