Western Times News

Gujarati News

વજાવત ગામ નજીક વિદેશી દારૂ અને બિયર સાથે એક બુટલેગરને દબોચ્યો 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કહેવા પુરતી રહી હોય તેમ ઠેર ઠેર વિદેશી દારૂની માંગો તે બ્રાન્ડ બુટલેગરો પાસેથી મળી રહેતી હોય છે રાજ્યમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અરવલ્લી જીલ્લાની  અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી ઠલવાઇ રહ્યો છે નવનિયુક્ત એસપી સંજય ખરાતના આગમન પછી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઝડપાઈ રહ્યા છે જ્યારે અરવલ્લી જિલ્લાના  સાઠંબા પોલીસે વજાવત ગામ નજીક વિદેશી દારૂ અને બિયર સહિત રૂ. ૩,૧૬,૮૦૦/- મુદ્દામાલ સાથે બુટલેગરને દબોચી લીધો હતો            અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં  નવ નિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેકટર એન. સી. ચૌહાણની નિમણૂંક પછી  સાઠંબા પોલીસ હરકતમાં આવી છે. સાઠંબા પોલીસે ચાર દિવસમાં બીજી વખત વિદેશી દારૂ પકડવાનો સિલસિલો યથાવત રહ્યો હતોઅને સાઠંબા પંથકના  બુટલેગરોમાં ફફડાટ ફેલાયેલો દેખાય છે

વધુમાં પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત  માહિતી મુજબ, તા. ૭’ઓક્ટોબર, ૨૦.ના રોજ સાઠંબા પોલીસ મથકના પી.એસ.આઈ એન.સી.ચૌહાણ અને સ્ટાફ મહેન્દ્રકુમાર સોમાભાઈ, મિહીરકુમાર રવિન્દ્રભાઈ, વિજયકુમાર ભલાભાઇ અને નવનીતભાઈ ગલાભાઈ વિગેરે પોલીસ સ્ટાફના માણસો વજાવત ગામની સીમમાં પ્રોહી નાકાબંધીમાં હતા. ત્યારે બાતમી મળેલ કે, મારૂતિ સ્વીફ્ટ ડીઝાયર ગાડી નંબર. જી જે. ૧૬.બીબી.૫૫૯૯. નો ચાલક વિદેશી દારૂ ભરી વિરપુરથી આસપુર થઈ વજાવત તરફ આવે છે.

જેથી સાઠંબા પોલીસના માણસો આસપુર તરફથી આવતાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન આસપુર તરફથી એક સ્વીફ્ટ ડીઝાયર ગાડીનો ચાલક આવી પહોંચતાં તે ગાડીને કોર્ડન કરી ચાલકને દબોચી લઈ તેનું નામઠામ પુછતાં બુટલેગરે પોતાનું નામ જીતેન્દ્રસિહ ઉર્ફે મુકેશ રમણસિહ સોલંકી રહે.ચાંપલાવત તા. બાયડ જી.અરવલ્લી હોવાનું જણાવેલ ગાડીમાંથી વિદેશી દારૂ તથા બિયરની પેટી નંગ. ૩.કુલ બોટલ /ટીન મળી નંગ.૧૨૦. જેની કિંમત રૂપિયા ૧૬,૮૦૦/-તથા ગાડી મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૩,૧૬,૮૦૦/-નો તપાસ અર્થે કબજે લઈ પકડાયેલ બુટલેગરને જેલભેગો કરી પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિલીપ પુરોહિત.   બાયડ

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.