Western Times News

Latest News from Gujarat

પ્રાંતિજ પ્રાન્ત કચેરી ખાતે નવરાત્રી ને લઈને મીટીંગ યોજાઈ

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પ્રાન્ત અધિકારી ની કચેરી ખાતે નવરાત્રી ને લઈને મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંપડ સહિત પ્રાંતિજ ના નવરાત્રી મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં .

પ્રાંતિજ ખાતે આવેલ પ્રાન્ત કચેરી ખાતે પ્રાપ્ત અધિકારી સોનલ બા પઢેરીયા ના અધ્યક્ષ સ્થાને આવનાર નવરાત્રી ના તહેવાર ને લઈને એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા , તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ તથા પ્રાંતિજ ખાતે આવેલ વિવિધ નવરાત્રી મંડળ ના સભ્યો અને સાંપડ મંદિર ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં

તો કોરો નાની મહામારી ને લઈને સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ આવનાર દિવસોમાં નવરાત્રી વિષે ની  વિસ્તૃત મા મંડળો ના સભ્યો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ નવરાત્રી ને લઈને સોશીયલ ડીસન્ટન સહિત ની માહિતી વિવિધ મંડળો ને જાણ કરવામાં આવશે ત્યારે હાલતો કોરોના ને લઈને વિવિધ મંડળો ના પ્રતિભાવો પણ લેવામાં આવ્યા હતાં અને સરકાર શ્રી ની સુચના મુજબ આ વર્ષે નવરાત્રી યોજાશે તેવી ચર્ચાઓ મંડળ ના સભ્યો સાથે કરવામાં આવી હતી . સંજય રાવલ પ્રાંતિજ .