Western Times News

Gujarati News

આત્મનિર્ભર ભારત અભિયાન જાેખમી: રધુરામ રાજન

નવીદિલ્હી, ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રધુરામન રાજને મોદી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન પર સવાલ ઉઠાવ્યો છે.તેમણે આશંકા વ્યકત કરી છે કે કયાંક આ સંરક્ષણવાદમાં ન બદલાઇ જાય જેનું આપણને પહેલા સારૂ પરિણામ નથી મળ્યુ.

રાજને કહ્યું કે સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનનું પરિણામ સંરક્ષણવાદના રૂપમાં ન આવવું જાેઇએ તેમણે કહ્યું કે પહેલા પણ આ પ્રકારની નીતિઓ અપનાવવામાં આવી પરંતુ કોઇ વધારે ફાયદો દેખાયો નહોતો.

રાજને કહ્યું કે તેમને હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આખરે સરકારના આત્મનિર્ભર ભારતનો અર્થ શું છે જાે આ ઉત્પાદન માટે એક પરિવેશ બનાવવા માટે છે તો આ મેક ઇન ઇન્ડિયા પહેલા રિબ્રિડિંગ જેવું છે.

તેમણે કહ્યું કે જાે આ સંરક્ષવાદને લઇને છે જેમ કે દુર્ભાગ્યથી હાલ ટેરિફ વધારવામાં આવ્યો તો મારી સમજથી આ રસ્તો અપનાવવાનો કઇ અર્થ નથી કેમ કે આપણે પહેલા આ પ્રયાસ કર્યો છે. રધુરામ રાજને કહ્યું કે પહેલા પણ આપણી પાસે લાયસન્સ પરમિટ રાજ વ્યવસ્થા હતી સંરક્ષવાદની આ રીત સમસ્યા ઉભી કરનારી છે જેણે કેટલીક કંપનીઓને સમૃધ્ધ કરી જયારે તે અનેક લોકોની ગરીબીનું કારણ બની.

આર્થિક શોધ સંસ્થાનના સેમિનારને સંબોધિત કરતા રાજને આ વાત કહી શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર રધુરામ રાજને કહ્યું કે ભારતને વૈશ્વિક સ્તરે મેન્યુપેકચરિંગ વ્યવસ્થાની જરૂરિયાત છે અને આનો મતલબ છે કે દેશમાં વિનિર્માતાઓ માટે સસ્તી આયાત પહોંચ હોય આ હકિકતમાં મજબુત નિકાસ માટે આધાર બને છે.તેમણે કહ્યું કે કુલ મળીને આપણે વૈશ્વિક આપૂર્તિ વ્યવસ્થાનો ભાગ બનવા માટે બુનિયાદી માળખા લોજિસ્ટિક સમર્થન વગેરે તૈયાર કરવાની જરૂર છે પરંતુ આપણે ટેરિફ વાર શરૂ ન કરવું જાેઇએ કેમ કે આપણે જાણીએ છીએ કે આનો કોઇ લાભ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.