Western Times News

Gujarati News

અમદાવાદમાં ૫૩૧૧ જૂની ઈમારતોને રિડેવલપ કરાશે

Files Photo

અમદાવાદ: મેગા સિટી અમદાવાદમાં જેટલી નવી ઇમારતો બની રહી છે, એટલી જ જૂની અને જર્જરિત ઇમારતો પણ છે. અને તેમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ ક્વાર્ટ્‌સની હાલત તો અત્યંત જર્જરિત થઈ છે. વર્ષ ૨૦૧૮માં ઓઢવના શિવમ આવાસ ધરાશાયી થયાથી આજદિન સુધી નાના મોટા સેંકડો બનાવો બની ચૂક્યા છે. જેમાં આવાસોના વિવિધ ભાગ તૂટી પડ્યા છે. આખરે રી-ડેવલમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારની મંજૂરી મળતા એએમસીના ૨૮ પૈકી ૧૨ સ્થળોના ૫૩૧૧ આવાસોને નવા બનાવવાનો ર્નિણય કર્યો છે.

શહેરના જર્જરીત મકાનોને નવા બનાવવા માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૬માં રીવડેવલપીંગ ઓફ પબ્લીક હાઉસીંગ પોલીસી અમલમાં મૂકી હતી. પરંતુ તેનો નક્કર અમલ થતો ન હતો. પરંતુ ૨૦૧૮માં ઓઢવમાં શિવસ આવાસ ધરાશાયી થતા આ મામલે કામગીરી શઇ થઇ હતી. આખરે એએમસી ૨૮ સ્થળો પર સર્વે હાથ ધરી વધુ જર્જરીત હોય અને તેના ૬૦ ટકા રહેવાસીઓની સહમતી મળી હોય એવા ૧૦ સ્થળો પર નવા આવાસો બનાવવાનું નક્કી કર્યુ છે.

જે પૈકી બાપુનગર સોનારીયા બ્લોક, સુખરામનગર, ખોખરા, ગોમતીપુર, જમાલપુર, અમરાઇવાડી, સહીતના વિસ્તારોમાં આવેલા આવાસોનો સમાવેશ થાય છે તેવી માહિતી એએમસીના હાઉસિંગ વિભાગના એડિશનલ સિટી ઈજનેર હરપાલસિંહ ઝાલાએ આપી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.