Western Times News

Gujarati News

કાશ્મીરમાં 11 કેન્દ્રીય કાયદાઓ લાગુ કરવા આદેશો: 10 કાયદાઓમાં સુધારા કરાયા

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આજ સુધી કેન્દ્રના જે કાયદાઓ લાગુ થતાં ન હતા તે લાગુ કરવામાં આવી રહ્યાં છે. 11 કેન્દ્રીય કાયદાઓ લાગુ કરવા અને રાજ્યના 10 કાયદામાં ફેરફાર કરવા માટે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સૂચનાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે 136 પાનાના જાહેરનામુંમાં જણાવ્યું છે કે બંને આદેશોને ‘સેકન્ડ એન્ડ થર્ડ ઓર્ડર ગણાશે. બંધારણની કલમ 37૦ નાબૂદ કરી દીધા બાદ આ મહત્વનું પગલું છે. અગાઉ, જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય કાયદાઓ જ્યાં સુધી તેમને રાજ્ય વિધાનસભાની મંજૂરી ન મળે ત્યાં સુધી લાગુ પડતા નહોતા. આ સિવાય રાજ્ય સરકારના આવા ઘણા કાયદા હતા જે ફક્ત જમ્મુ-કાશ્મીરમાં લાગુ હતા.

કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાના હસ્તાક્ષર હેઠળ જારી કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરમાં અમલમાં આવેલા કેન્દ્રીય કાયદામાં અનિયંત્રિત થાપણ યોજના પ્રતિબંધ બિલ, 2019, મકાન અને અન્ય બાંધકામ કામદારો (રોજગાર અને સેવાની શરતોનું નિયમન) અધિનિયમ 1996, કરાર મજૂર (નિયમન અને નાબૂદી) અધિનિયમ, 1970, ફેક્ટરીઝ એક્ટ, 1948 નો સમાવેશ થાય છે. , ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947 અને ઔદ્યોગિક આયોજન (સ્થાયી હુકમ) અધિનિયમ, 194નો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.