Western Times News

Gujarati News

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાંઇ સમજતા નથી: રાહુલ ગાંધી

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે ડેનમાર્કના વડાપ્રધાન સાથે વડાપ્રધાન મોદીની વાતચીતનો એક અંશ સંયુકત કરતા રાહુલે કહ્યું કે આપણા વડાપ્રધાન કંઇ સમજતા નથી તેમણે લખ્યું કે અસલી ખતરો એ નથી કે આપણા વડાપ્રધાન કંઇ સમજતા નથી ખતરો એ છે કે તેમની પાસે મોજુદ કોઇ વ્યક્તિમાં તેમને એ બતાવવાની હિમત નથી આ વીડિયોમાં મોજી વિંડ એનર્જીને લઇ વાત કરી રહ્યાં હતાં તે ડેનમાર્કના વડાપ્રધાનને કહે છે કે વિંડ ટરબાઇન દ્વારા હવાથી પાણી એકસટ્રેકટર કરી શકાય છે.આ ટ્‌વીટ બાદ સ્મૃતિ ઇરાની સહિત અનેક કેન્દ્રીય મંત્રીએ રાહુલની સમજ પર સવાલ ઉઠાવ્યા ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ તો આ દિશામાં રિસર્ચથી જાેડાયેલ એક ટ્‌વીટ કરતા કહ્યું કે સમય મળવા પર રાહુલ ગાંધી તેને વાંચી લે.

રાહુલે તાજેતરના દિવસોમાં ડેનમાર્કના વડાપ્રધાનની સાથે વડાપ્રધાન મોદીની વાતચીતની વીડિયો શેર કરી તેમાં મોદી કહી રહ્યાં છે કે વિંડ એનર્જી ટરબાઇન દ્વારા જયાં નમી વધારે છે તે હવામાં પાણી સુકાવી જાે પીવાનંું પાણી બનાવી શકે છે તો એનર્જીનું પણ કામ કરશે અને પાછળથી પણ પાણી મળી જશે મોદીનું કહેવુ છે કે ટરબાઇથી ગામની પીવાના પાણીની સમસ્યા ખતમ થઇ શેકે છે તેમણે એ પણ કહ્યું કે ટરબાઇ દ્વારા હવાથી ઓકિસજન પણ અલગ કરી શકે છે મોદીએ કહ્યું કે આ બાબતમાં થોડી સાઇટિફિક સમજ ડેવલપ કરવાની જરૂર છે જવાબમાં ડેનમાર્કના વડાપ્રધાને કહ્યું કે તે મોદીના પેન્શન પર મુસ્કુરાઇ રહ્યાં છે. તેમણે ડેનમાર્ક આવી એન્જીનિયર્સને સમજવાનું આમંત્રણ પણ વડાપ્રધાન મોદીએ આપ્યું.

રાહુલ ગાંધીના ટ્‌વીટ કર્યા બાદ અડધો કલાકની અંદર ભાજપ નેતાઓએ પલટવાર શરૂ કરી દીધો રેલ મંત્રી પીયુષ ગોયલે રાહુલ ગાંધીની આસપાસ હાજર કોઇને એ વાતની હિંમત નથી કે તે સમજતા નથી તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોની મજાક ઉડાવી રહ્યાં છે જયારે દુનિયાની લીડિંગ કંપનીના સીઇઓ તેમની વાતથી સહમત છે સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે એવું લાગે છે કે કોંગ્રેસનો અસલી ખતરો વધી રહ્યો છે અને કોઇમાં પણ યુવરાજને કંઇ વધુ બતાવવાની હિંમત નથી ભાજપના આઇટી સેલ વડા અમિત માલવીયે કેટલાક અખબારોના લિંક સંયુકત કરી તેમાં ટરબાઇન દ્વારા હવાથી પાણી બનાવવાની વાત કહેવામાં આવી છે.

વિંડ ટરબાઇનથી રિન્યુએબલ એનર્જી બનાવાય છે એક રિપોર્ટમાં ફ્રેંચ કંપનીના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે તેમની બનાવેલ ટરબાઇન આદ્ર હવાથી પાણી બનાવી શકાય છે અબુ ધાબીના રેગિસ્તાનમાં તેનો ટેસ્ટ પણ થયો હતો.જાે કે મોદીએ હવાથી ઓકિસજન એકસટ્રેકટ કરવાની જે વાત કહી તેના પર ખુબ રિસર્ચની જરૂરત છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.