Western Times News

Gujarati News

મારા અપહરણના કાવતરા માટે કયાંકને કયાંક ટ્રંપ પણ જવાબદાર મિશિગનના ગવર્નર

વોશિંગ્ટન, અમેરિકામાં જેમ જેમ રાષ્ટ્રપતિની ચુંટણીનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ ડોનાલ્ડ ટ્રંપની મુશ્કેલીઓ વધતી જાય છે હવે મિશિનગરનના ગવર્નર ગ્રેચેન વ્હિટમરે તેમના પર ગંભીર આરોપ લગાવ્યો છે ગવર્નરે કહ્યું કે તેમના અપહરણના કાવતરા માટે કયાંકને કયાંક ટ્રંપ પણ જવાબદાર છે.

તાજેતરમાં પોલીસે વ્હિટમરના અપહરણના કાવતરાને નિષ્ફળ કર્યું હતું પોલીસે આ સંબંધમાં ૧૩ લોકોની ધરપકડ પણ કરી છે મિશિગન ગવર્નર અને ડોનાલ્ડ ટ્રંપની વચ્ચે ૩૬નો આંકડો છે વ્હિટમ કોરોના વાયરસને લઇ ટ્રંપ પ્રશાસન પર હુમલો કરતી રહી છે આવામાં તેમના આરોપોને ફગાવી દેવામાં આવેતેવી સંભાવના છે.

વુલ્વરિન વોચમેન મિલિશિયા ગ્રુપે મિશિગન ગવર્નરના અપહરણની સાથે જ સ્ટેટ કેપિટલ બિલ્ડીંગ પર હુમલોકરવા અને હિંસા ભડકાવવાની યોજના બનાવી હતી પરંતુ સુરક્ષા એજન્સીઓએ તેને નિષ્ફળ કરી દીધી ધરપકડ ૧૩ લોકોમાંથી સાત આ ગ્રુપથી જાેડાયેલ છે પોલીસ અનુસાર વુલ્વરિન વોચમેન પહેલા સ્ટેટ કેપિટલમાં લોકોને બંધક બનાવવા માટે ૨૦૦ ગુડાગીરીની ભરતીની યોજના બનાવી હતી. પરંતુ બાદમાં ડેમોક્રેટ પાર્ટીની ગવર્નરને તેમના વેકેશન હાઉસ કિડનેપ કરવાની યોજના બનાવવામાં આવી હતી.

ગ્રેચેન વ્હિટમરે એક પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો કે ટ્રંપે ચરમપંથી સમૂહોને પ્રોત્સાહિત કરતા રહે છે જેના કારણે તેમની હિંમત એટલી વધી ગઇ છે કે તે ગવર્નરના અપહરણનું કાવતરૂ રચી રહ્યાં છે. તેમણે કહ્યું કે ટ્રંપના રાજમાં જાતિવાદી હિંસા વધી છે. પહેલી પ્રેસિડેંશિયલ ડિબેટમાં પણ તે શ્વેત લોકોની વકાલત કરનારાઓની વિરૂધ્ધ કાંઇ પણ બોલતા બચતા રહે છે ગવર્નરે આગળ કહ્યું કે જયારે અમારા નેતા આ ચરમપંથીઓને મળે છે તેમને પ્રોત્સાહિત કરે છે તો તે એક રીતથી તેમના કાર્યોનું સમર્થન કરે છે.

જાે કે વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કાયલે મેકનેનીએ ગવર્નરના આરોપીને બેબુનિયાદી બતાવતા કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રંપ નફરત અને હિંસાના તમામ સ્વરૂપોની ટીકા કરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.